ગુજરાત સરકાર આગેવાનો સાથે મળીને પરપ્રાંતિયોનું લિસ્ટ બનાવશે

સીએમઓના સચિવ અશ્વિની કુમારે કોરોના અને લોકડાઉન અંગેના અપડેટ્સ આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ તમામ જીલ્લા કલેક્ટરોને સૂચના આપી જે પોતાના વતનમાં જવા માગે છે તેઓને તેમના વતનમાં ઝડપથી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે. જ્યાં સુધી પરપ્રાંતિય (migrants) જવા ઈચ્છતા હોય તેમને સારી રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહેશે. ધક્કામુક્કી કે અવ્યવસ્થા વગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે. ગઇકાલ સુધીમાં ૩૯ ટ્રેનોમાં ૪૬ હજાર જેટલા પરપ્રાંતીઓ રવાના થયા છે. આજે બીજી 30 ટ્રેનનું આયોજન છે, ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશમાં જશે. યુપીમાં 18 બિહારમાં 7 ટ્રેન જશે. સાંજ સુધીમાં ૮૨ હજાર 800 જેટલા પરપ્રાંતિયો રવાના થશે. આજે પોણા ચાર લાખ સુધીનો આંકડો પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને ધીરજ ધરવાની અપીલ કરી છે. આ કામગીરી 10 થી 15 દિવસમાં પૂરી કરી દેવાશે. જો જરૂર પડશે તો તેમાં વધારો કરવામાં આવશે.

ગુજરાત સરકાર આગેવાનો સાથે મળીને પરપ્રાંતિયોનું લિસ્ટ બનાવશે

હિતલ પારેખ/ગાંધીનગર :સીએમઓના સચિવ અશ્વિની કુમારે કોરોના અને લોકડાઉન અંગેના અપડેટ્સ આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ તમામ જીલ્લા કલેક્ટરોને સૂચના આપી જે પોતાના વતનમાં જવા માગે છે તેઓને તેમના વતનમાં ઝડપથી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે. જ્યાં સુધી પરપ્રાંતિય (migrants) જવા ઈચ્છતા હોય તેમને સારી રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહેશે. ધક્કામુક્કી કે અવ્યવસ્થા વગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે. ગઇકાલ સુધીમાં ૩૯ ટ્રેનોમાં ૪૬ હજાર જેટલા પરપ્રાંતીઓ રવાના થયા છે. આજે બીજી 30 ટ્રેનનું આયોજન છે, ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશમાં જશે. યુપીમાં 18 બિહારમાં 7 ટ્રેન જશે. સાંજ સુધીમાં ૮૨ હજાર 800 જેટલા પરપ્રાંતિયો રવાના થશે. આજે પોણા ચાર લાખ સુધીનો આંકડો પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને ધીરજ ધરવાની અપીલ કરી છે. આ કામગીરી 10 થી 15 દિવસમાં પૂરી કરી દેવાશે. જો જરૂર પડશે તો તેમાં વધારો કરવામાં આવશે.

સૂચના મળ્યા સિવાય રોડ પર ન નીકળો
પરપ્રાંતિયો માટે તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી જિલ્લા વહીવટ તંત્ર તથા અધિકૃત કરાયેલ સમાજ તરફથી જાણ કરવામાં નહિ આવે કે કેટલા વાગે બસમાં બેસવાનુ છે, ત્યા સુધી બહાર નીકળવાનું ટાળો. રોડ પર આવવાથી ટોળુ ભેગુ કરવાથી કોઈ ફાયદો નથી. આ પોઈન્ટ ટુ પોઈન્ટ ઓપરેશન છે. વ્યક્તિ ખોટી ટ્રેનમાં બેસી જશે તો તેને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેથી ડિટેઈલ માઈક્રોપ્લાનિંગમાં તમારા સાથ સહકારની જરૂર છે. રજિસ્ટ્રેશન થયા બાદ ફોન કે રૂબરુ સૂચના આપવામાં ન આવે, ત્યા સુધી રોડ પર ન નીકળો. જે જિલ્લામાં શ્રમિકો છે, તેઓને તેમના વતનમાં મોકલવા માટેની સંપૂર્ણ ટ્રેન વ્યવસ્થા કરાશે. જ્યાં સુધી શ્રમિકો જવા ઈચ્છશે, ત્યા સુધી કામગીરી ચાલુ રખાશે. સમગ્ર દેશમાં જે ટ્રેન ચલાવાઈ છે, તેમાં સૌથી વધુ ટ્રેન ગુજરાતને ફાળવાઈ છે. મહારાષ્ટ્રમાંથી 13 નીકળી, ગુજરાતમાંથી 39 ટ્રેનો દોડી છે. તેથી તેમાં સાથ સહકાર આપો. ચાર દિવસમાં ગુજરાતમાંથી 39 ટ્રેનો રવાના થઇ છે
. આજે 30 ટ્રેનો જશે. આવતીકાલે એના કરતાં પણ વધુ ટ્રેન જશે.

આજ સાંજથી રત્નકલાકારો પોતાના વતન સૌરાષ્ટ્ર જઈ શકશે, ફિક્સ ભાડુ વસૂલાશે

વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓને લાવવાની વ્યવસ્થા 
વિદેશમાં ગુજરાતના જે લોકો ફસાયા છે તે માટે 7 મેથી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેના માટે ઈન્ડિયન મિશનમાં નોંધણી કરાવવાની રહેશે તેવી ભારત સરકારની સૂચના છે. ફિલીપાઈન્સથી પહેલી ફ્લાઈટ, યુએસ અને સિંગાપોરથી ફ્લાઈટ આવશે. 1550 જેટલા ગુજરાતીઓને પ્રથમ તબક્કામાં વિદેશથી પરત લાવવામાં આવશે. બાકીનાને બીજા અને ત્રીજા તબક્કામાં પરત ગુજરાત લાવવામાં આવશે. વિદેશથી આવતા ગુજરાતીઓને સ્વખર્ચે લાવવામાં આવશે. આઈએએસ અધિકારી મમતા વર્માની માટે નિમણૂક કરવામાં આવી છે. સુરત કલેક્ટરને પણ સૂચના આપી છે. સૌરાષ્ટ્રમાંથી આવતા રત્નકલાકારોને પોતાના વતન જવા માટે છૂટછાટ આપવામાં આવી છે. રજિસ્ટ્રેશન કર્યા પછી એસટી બસની પણ સગવડ કરવામાં આવશે. રત્ન કલાકારોને જવા માટે પોતાના વાહન લક્ઝરી ઉપરાંત રાજ્ય સરકારની એસટી બસ પણ ફાળવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news