અમદાવાદ : હેડક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદપરથી હટાવી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આપ દ્વારા અભિયાન ઉપાડવામાં આવ્યું છે. જો કે આ અભિયાન અંતર્ગત આપના નેતાઓ દ્વારા પહેલા પ્રદર્શન અને ત્યાર બાદ હવે આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંઘ યાદવ અને મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. ગઇકાલે મહેશ સવાણીની તબિયત લથડવાના કારણે હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT માં ઓમિક્રોને લીધો એકનો જીવ? નડીયાદનાં 65 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


આજે મહેશ સવાણીના નબળા સ્વાસ્થયને જોતા હોસ્પિટલ તંત્ર દ્વારા તેમને ઉપવાસ તોડીને આહાર અથવા થોડુ પ્રવાહી લેવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. જો કે સવાણી પોતાનાં ઉપવાસ યથાવત્ત રાખવાની વાત પર અડગ છે. જેના કારણે હાલ સ્થિતિ વિકટ બની છે. તંત્ર પણ આ સમગ્ર મુદ્દે ખુબ જ ચિંતિત છે. હોસ્પિટલ તંત્ર દ્વારા સતત તેમને અનાજ લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જો કે સવાણી પોતાની જીદ્દ પર અડગ છે. જેના કારણે હાલ કાર્યકર્તાઓ પણ સરકાર ઝડપથી કોઇ ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે. 


ભાવનગરમાં દશેરાને દિવસે જ ઘોડુ ન દોડ્યું, શિયાળામાં જ બગીચાઓની ખસ્તા હાલત


અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે જ આમ આદમી પ્રદેશ કાર્યાલય ખાતે મહેસ સવાણીનં રૂટિન હેલ્થચેકઅપ કરાયું હતું. તે દરમિયાન શુગર લેવલ ઘટી જતા તેમને તત્કાલ એસવીપી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મહેશ સવાણી હેડક્લાર્ક પેપરલીક મુદ્દે પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જ્યાં સુધી ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેનને હટાવામાં નહી આવે ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ જ રહેશે તેવું જણાવ્યું છે. જેના કારણે હાલ તો સમગ્ર મુદ્દો ગુંચવાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube