ભાવનગરમાં દશેરાને દિવસે જ ઘોડુ ન દોડ્યું, શિયાળામાં જ બગીચાઓની ખસ્તા હાલત

શહેરના ગાંધી મહિલા કોલેજ નજીક આવેલ મહિલા ગાર્ડન સર્કલની હાલત ખુબ દયનીય બની છે. હાલ શિયાળો ચાલતો હોય મોટી સંખ્યામાં મોર્નિંગ વોકરો આવતા હોય છે. સર્કલની અંદરના ભાગે ઊંડા ખાડા પડી ગયા છે. બાળકો માટે લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. ગાર્ડનમાં ખાડા પડી જવાના કારણે નાના બાળકો અને સિનિયર સિટીઝનને ખૂબ મુશ્કેલીનો અનુભવ થઇ રહ્યો છે. 
ભાવનગરમાં દશેરાને દિવસે જ ઘોડુ ન દોડ્યું, શિયાળામાં જ બગીચાઓની ખસ્તા હાલત

ભાવનગર : શહેરના ગાંધી મહિલા કોલેજ નજીક આવેલ મહિલા ગાર્ડન સર્કલની હાલત ખુબ દયનીય બની છે. હાલ શિયાળો ચાલતો હોય મોટી સંખ્યામાં મોર્નિંગ વોકરો આવતા હોય છે. સર્કલની અંદરના ભાગે ઊંડા ખાડા પડી ગયા છે. બાળકો માટે લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. ગાર્ડનમાં ખાડા પડી જવાના કારણે નાના બાળકો અને સિનિયર સિટીઝનને ખૂબ મુશ્કેલીનો અનુભવ થઇ રહ્યો છે. 

ભાવનગર શહેરમાં લોકોની સુખાકારીને ધ્યાને લઈને શહેરના અનેક વિસ્તારોમાં બગીચાઓનું નિર્માણ કરવામાં આવેલું છે. ભાવનગરએ રાજ્યનું એક માત્ર એવું શહેર છે. જ્યાં પસાર થતાં મુખ્ય માર્ગોની વચ્ચે બગીચાઓ બનાવવામાં આવ્યા છે. શહેરમાં કુલ 20 થી વધુ બગીચા આવેલા છે. જેમાંથી મોટા ભાગના બગીચાઓને મનપા દ્વારા દત્તક આપી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના બગીચાઓની સારસંભાળ ખુદ તંત્ર દ્વારા કરવામાં આવે છે. એવું જ એક સર્કલ છે. મહિલા કોલેજ સર્કલ જ્યાં હાલ બાગની હાલત અતિ દયનીય બની ગઈ છે. બગીચામાં ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે. જેના કારણે બગીચામાં આવતા લોકો મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે.

લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી મનપા તંત્રની છે. હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે, ત્યારે તંદુરસ્તીની જાળવણી માટે નાના મોટા સૌ કોઈ લોકો શિયાળાની વહેલી સવારે ચાલવા અને કસરત કરવા બગીચાઓમાં આવતા હોય છે. બીજી બાજુ નાના બાળકો કસરત કરવાથી દૂર ભાગતા હોય છે, પરંતુ ખેલકૂદના સાધનો બાળકોને વ્યાયામ જેવી જ સુવિધા પૂરી પાડે છે, ત્યારે અહીં લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલા રમતગમત ના સાધનો પણ તદ્દન બિસ્માર બની ગયા છે. મોટા ભાગના સાધનો તૂટી જવાના કારણે બાળકો તેનો ઉપયોગ કરી શકતા નથી, આમ જોઈએ તો મોર્નિંગ વોક માટે આવતા નાના મોટા સૌ કોઈ અહીં મુશ્કેલી નો અનુભવ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news