ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરી વિકાસને ગતિ આપવા ચાર શહેરોની કુલ આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી સાત ડ્રાફટ સ્કીમોમાં અમદાવાદના નરોડામાં ટી.પી. સ્કીમ નં. ૧ર૪-એ,બી,સી,ડી, અને સાંતેજમાં ટી.પી. સ્કીમ નં. ૧૫૩, રાજકોટની વાવડીમાં ટી.પી. સ્કીમ નં. રપ તેમજ ભાવનગરના સીદસરમાં ટી.પી. સ્કીમ નં. ર૮ નો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની આ ૦૭ ડ્રાફટ ટી.પી. સ્કીમો મંજૂર થવાથી કુલ ૭ર.૩૪ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ ઉપરાંત પાટણ વિસ્તારની ૦૧ પ્રિલીમીનરી સ્કીમને પણ મંજુરી આપવામાં આવી છે. જેનાથી કુલ ૧૩.૯૭ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આમ, રાજ્યના કુલ ૪ શહેરોની ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી સમગ્રતયા ૮૬.૩૧ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

કમોસમી વરસાદના પગલે 2 જિલ્લામાં LRD ની શારીરિક કસોટી મોકૂફ, ટૂંક સમયમાં જાહેર થશે નવી તારીખ


અત્રે ઉલ્લેખનીય છે કે આ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થતા સંપ્રાપ્ત જમીન પર સંબંધિત સત્તામંડળ જાહેર સુવિધા અને વિકાસ કામો કરી શકશે. આ ચાર શહેરોમાં સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. ચાર શહેરોની કુલ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર થતા રાજ્યના નગરોના સુગ્રથિત અને સુઆયોજીત ઝડપી વિકાસની નેમ સાકાર થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube