કમોસમી વરસાદના પગલે 2 જિલ્લામાં LRD ની શારીરિક કસોટી મોકૂફ, ટૂંક સમયમાં જાહેર થશે નવી તારીખ

રાજ્યમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો  સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ભરતીની જાહેરાત બહાર પડતાં જ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે. 

Updated By: Dec 1, 2021, 07:19 PM IST
કમોસમી વરસાદના પગલે 2 જિલ્લામાં LRD ની શારીરિક કસોટી મોકૂફ, ટૂંક સમયમાં જાહેર થશે નવી તારીખ
પ્રતિકાત્મક તસવીર

ગાંધીનગર: રાજ્યમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો  સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ભરતીની જાહેરાત બહાર પડતાં જ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે. 

ત્યારે એલઆરડી ભરતી બોર્ડનાં ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપતાં કહ્યું હતું કે કમોસમી વરસાદના કારણે  પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

રાજ્યભર (government job) માંથી 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવાના છે. જેના માટે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. 3 ડિસેમ્બરથી શરૂ થનાર શારીરિક પરીક્ષા જાન્યુઆરી સુધી ચાલશે. જોકે, સાથે જ સૂચના અપાઈ છે કે, રવિવારના દિવસે શારીરિક પરીક્ષા નહીં લેવામાં આવે. જોકે, PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube