હિતલ પારેખ, ગાંધીનગર: 'ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલ'ને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં બિલને મંજૂરી મળી છે. ગુંડાગીરી કરનાર સામે 10 વર્ષ સુધી સજાની જોગવાઈ અને 50 હજારનો દંડ થશે. ઝડપી ન્યાયિક તપાસ માટે સ્પેશિયલ કોર્ટની રચના પણ કરવામાં આવશે. બીલને મંજૂરી મળતા આગામી દિવસોમાં વટ હુકમ બહાર પાડવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમદાવાદમાં પડ્યા પોલીસ કર્મીઓને અસામાજિક તત્વો ભારે, આરોપીની ધરપકડ


ગુંડાગીરી છોડો નહીં તો ગુજરાત છોડો... અહિંસા અને શાંતિની ભૂમિ ગણાતા ગુજરાતમાં ગુંડાગીરી ચાલશે નહીં. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ બિલને મંજૂરી આપી છે. હવે ગુંડાગીરી કરનારાં અસામાજિક તત્વો સામે 10 વર્ષ સુધીની કડક જેલ અને 50 હજાર રૂપિયાનો દંડ થશે. તેમની મિલકત પણ જપ્ત કરવામાં આવશે.


આ પણ વાંચો:- ચાર મહિના પહેલા કામદારોએ રડતા રડતા સુરત છોડ્યું હતું, માલિકોએ પ્લેન ટિકીટ મોકલીને પાછા બોલાવ્યા


ઝડપી ન્યાયિક તપાસ માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવશે. તો ગુંડાગીરી કરતા ટપોરીઓ, મવાલીઓ, અસામાજિક તત્વો અને રોમિયો- સાવધાન... હવે તમારી ખેર નથી. ગુંડા એક્ટ હેઠળ હવે તમારી બદમાશીને ડામીને જેલના સળિયા ગણતા કરી દેવામાં આવશે. ગુજરાતને ગુંડાઓથી બચાવવા માટે મુખ્યમંત્રી ખુદ મેદાનમાં ઉતર્યા છે. હવે ગુંડાઓ, બદમાશો, ચેઇન સ્નેચરો અને લૂંટારાઓથી જનતાને શાંતિ થઇ જશે. કાયદાનો હથોડો એવો વાગશે કે ગુંડાઓ ગુજરાત છોડીને ભાગશે.


આ પણ વાંચો:- રાવલ ગામના ખેડૂતોનો અનોખો વિરોધ, ખેતરમાં યોજી તરણ સ્પર્ધા, વિજેતાને આપ્યું લોલીપોપનું ઈનામ


આ ઓર્ડિનન્સની મહત્વપૂર્ણ જોગવાઇઓ:- 


  • ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરશે.

  • ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે.

  • ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે.

  • સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે.

  • ગૂનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક.

  • દારૂનો વેપાર, જુગાર, ગાયોના કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, અપહરણ, ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે.

  • પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી મહત્વપૂર્ણ સુધારાના વટહુકમ દરખાસ્ત સાથે શાંત, સલામત, સુરક્ષિત, સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં વધુ એક નક્કર કદમની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા.

  • રાજ્યની વિકાસયાત્રામાં અવરોધક બનનારા, જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા, હિંસા, ધાકધમકી, બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રીનો નિશ્ચય.

  • ગુંડાઓ જમીન કૌભાંડકારો, ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નશ્યત-નેસ્તનાબૂદ કરવાનો વિજયભાઇ રૂપાણીનો નક્કર અભિગમ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર