* શામળાજી પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી 
* રૂ.80 લાખ રોકડ સહિત 90 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સ ની અટકાયત
* શામળાજી પોલીસે કારની સીટના ગુપ્ત ખાના માં સંતળેલા રૂ.80 લાખ રોકડા ઝડપ્યા
* રતનપુર બોડર પર  વાહન ચેકિંગ દરમિયાન કાર શંકાસ્પદ જાણતા રૂપિયા હાથ લાગ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમીર બલોચ/અરવલ્લી : જિલ્લાના શામળાજી નજીકની રાજસ્થાન સરહદને જોડતી રતનપુર ચેકપોસ્ટ ઉપરથી એક કારમાં ચોર ખાનું બનાવી તેમાં ભરી લવાતા 80 લાખ રૂપિયા રોકડા પોલીસે ઝડપી પાડયા છે. ત્યાર બાદ આ રોકડ રકમ ભરી લઇ આવતા રાજસ્થાનના બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાણા ક્યાંથી આવ્યા અને કોના છે અને કોને પહોંચાડવાનાં હતા તે અંગે તપાસ હાથ ધરી છે.


 સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું આયોજન કરી રહ્યા હો તો ખાસ વાંચજો, નહી તો ધક્કો થશે


અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ શામળાજી પીએસઆઇ તેમના સટાફ સાથે શામળાજી નજીકની રાજસ્થાન સરહદને જોડતી રતનપુર ચેકપોસ્ટ ઉપર કોરોનાને પગલે આરટીપીસીઆર રિપોર્ટ અંગે  રાજસ્થાન બાજુથી આવતા વાહનોનું ચેકીંગ કરી રહયા હતા. દરમિયાનમાં રાજસ્થાન બાજુથી એક કિયા કાર આવી રહી હતી. જે પણ તપાસ અર્થે ઉભી રખાવી હતી ત્યાર બાદ આ કારમાં તપાસ હાથ ધરાતા તેમાં આગળની સીટ નીચે ચોર ખાનું  બનાવી તેમાં ભરી રાખેલી 80 લાખ રૂપિયાની બિન હિસાબી નોટો મળી આવી હતી. ત્યારે પોલીસે આ અંગે કારમાં બેઠેલા ત્રણ શખ્સોને પુછતા રૂપિયા અંગે કોઈ  સંતોષ કારક જવાબ નહિ મળતા આ નોટો સહીત ત્રણેય શખ્સોની અટકાયત કરી જાણવાજોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે ઈન્ક્મટેક્ષ વિભાગને પણ જાણ કરાઈ છે જ્યારે આ ત્રણેય શખ્સો આ રૂપિયા ક્યાં લઇ જતા હતા કોને આપવાના હતા  જુદા મુદ્દે ઝડપાયેલા શખ્સો પાસેથી તપાસ કરવામાં આવી રહી છે.


પાટણમાં કેવી છે ઓક્સિજનની સ્થિતિ અને કેવી મળી રહે છે દર્દીઓને સારવાર?


આ મામલે શામળાજી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ ગુના હેઠળ મદન રોડીલાલ સાવલી , રાહુલ ગોવિંદરામ ગખરેજા ,અને કિશનલાલ પ્રેમકુમાર લોહાર રહેવાસી રાજસ્થાન નામના ત્રણ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, શામળાજી બોર્ડર પર સામાન્ય રીતે દારૂ પકડાતો હોય છે પરંતુુ પહેલીવાર નાણા મળ્યા હોવાનું સામે આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube