પાટણમાં કેવી છે ઓક્સિજનની સ્થિતિ અને કેવી મળી રહે છે દર્દીઓને સારવાર?
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ: શહેર સહિત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ ખૂટી પડ્યા છે, ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને ઓક્સિજન સમયસર પૂરતા પ્રમાણમાં મળી રહે છે કે કેમ તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓને ઓક્સિજન માટે કોઈ હાલાકી ભોગવવી ન પડે તેમાટે સત્તાધીશો દ્વારા ઓક્સિજન ટેન્કની જ વ્યવસ્થા આજથી શરૂ કરવામાં આવી છે. જેના થકી હોવે દર્દીઓને સમયસર અને જરૂરિયાત મુજબ ઓક્સિજન મળી રહેશે.
સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી મોટા પ્રમાણમાં પ્રસરવા પામી છે. જેને લઇ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ કોરોના પોઝીટીવ દર્દીઓને ઓક્સિજનની મોટા પ્રમાણમાં જરૂરિયાત ઉભી થવા પામી છે, પરંતુ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે લઇ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઝી 24 કલાકની ટીમ દ્વારા આજે પાટણની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં દર્દીઓને મળી રહે છે કે કેમ તે અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.
જેમાં આજે જ સિવિલ હોસ્પિટલ માં ઓક્સિજન ની 200 લીટરની ટેન્ક વસાવી છે. આ ટેન્કમાં ઓક્સિજનની 25 બોટલો ભરીને પાઇપ લાઈન દ્વારા કોરોનાના દર્દીઓને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવી રહ્યો છે. તો સાથે વધુ 25 જેટલી ઓક્સિજનની બોટલો પણ મુકવામાં આવી છે. જેને લઈ કોઈ અગવડતા ઉભી ન થાય આ પ્રકારની વ્યવસ્થાને લઇ હોસ્પિટલમાં કોઈ પ્રકારની ઓક્સિજનની અછત જોવા મળી ન હતી. અગાઉ આ જ હોસ્પિટલમાં રોજની અંદાજિત 100 બોટલ ઓક્સિજનની જરૂરિયાત રહેતી હતી. તે પૂર્ણ થયા બાદ તે રિફીલિંગ થઈ આવતા 2 કલાક જેટલો સમય લાગતો તે સમય દરમ્યાન કોરોનાના દર્દીઓની હાલત કફોડી બનતી હતી. હવે ઓક્સિજન ટેન્ક થકી ઓક્સિજન આપવાનું શરૂ કરતાં હવે દર્દીઓ ને કોઈ સમસ્યા રહેવા પામી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે