ગાંધીનગર : રાજ્યમાં પાઠ્યપુસ્તકની અછતનો મામલો હાલ વિવાદિત બન્યો છે. રાજ્યમાં પાઠ્યપુસ્તક અછત મુદે શિક્ષણ વિભાગમાં નાયબ નિયામક કમલેશ પરમારે સ્પષ્ટતા કરી હતી. ખાનગી શાળાઓ માટે સ્ટેશનરી વિતરણ માટેનાં પુસ્તકો પૈકી 25 કરોડનાં પાઠ્ય પુસ્તકો મુખ્ય વિતરકોંએ પાઠ્ય પુસ્તક મંડળ પાસેથી ખરીદ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય ખાનગી વિતરકોંએ આટલા પુસ્તકો ખરીદ્યા હોવાં છતાંય કેમ પુસ્તકોની અછત સર્જાય તેં મુદે DEO પાસે તપાસ કરાવીંશુ. રાજય પાઠ્યપુસ્તક મંડળ દ્રારા ધોરણ 2 થી 12 સુધીના પુસ્તકો છાપવાનું કાર્ય કરે છે. સરકારી શાળાઓમાં આપવામા વીના મુલ્યે આપવા માટેના 2 થી 8 ધોરણ નાં 80 ટકા પુસ્તકો છપાઈ ચુક્યા છે.


જેનાં કુલ 445 રૂટ પૈકી 300 રૂટ નાં પુસ્તકો શાળાએ પહોચી ચુક્યાં છે. 9 થી 12 નાં પુસ્તકોની પણ લગભગ 70 ટકા કામગીરી પુર્ણ થઈ ચૂકી છે. 167 પૈકી 118 રૂટનાં  પુસ્તકો શાળામાં પહોચી ચુંક્યાં છે. બ્રિજ કોર્સનાં પુસ્તકો પણ છપાયા જેની સંખ્યા 1 કરોડ 17 લાખ પુસ્તકોની છે. બ્રિજ કોર્સનાં પુસ્તકો છાપવાનાં હોવાથી અમુક ટકા પુસ્તકો છાપવાના બાકી રહી ગયા છે. જેનું કાર્ય જલ્દીથી પુર્ણ કરી દેવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube