ઉદય રંજન, અમદાવાદ: જો તમારા ઘરનું કોઈ તાળુ ખરાબ થયુ હોય અથવા ચાવી ખોવાઈ ગઈ હોય અને જો આપ બનાવટી ચાવી બનાવવા ઈચ્છતા હોય તો અટકી જવાની જરૂર છે. કારણ કે જે ચાવીથી તમારી મહેનતની કમાણી સાચવવાનો પ્રયાસ કરશો. તે જ ચાવી બનાવનાર તમારી મૂડી ચોરી ફરાર થઈ જશે. અને આવા જ આરોપીઓની એક ગેંગ પોલીસના હાથે ઝડપાઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના કૃષ્ણનગર અને મણિનગર પોલીસની કસ્ટડીમાં રહેલા ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સામાન્ય રીતે જોતાં આ આરોપી છૂટક મજૂરી કરતા હતા. જેમાં મુખ્યત્વે તાળા રિપેર કરવા અને શાળાની બનાવટી ચાવી બનાવી આપતા હતા. પરંતુ જેવી મકાન માલિકની નજર હટે તરત જ ઘરમાં કે તિજોરીમાં રહેલા લાખોના મુદ્દામાલ પર હાથ સાફ કરી ફરાર થઈ જતા હતા.


આરોપી પોપટસિંહ ચીખલીઘર, ધારાસિંહ ચીખલીઘર, શહેનશાહસિંહ ચીખલીઘર અને તલવારસિંહ ચીખલીઘરની ધરપકડ કરવામા આવી છે. આરોપીની પુછપરછમાં અમદાવાદ સહિત હરિયાણા અને મહારાષ્ટ્ર સહીતના 10 જેટલા ગુના નો પણ ભેદ ઉકેલાયો છે.


આરોપી એક રાજ્યમાં કે શહેરમાં થોડી ઘણી ચોરીને અંજામ આપી અન્ય રાજ્યોમાં ભાગી જતા હતા. જેથી પોલીસ તેમના સુધી પહોંચી શકતી ન હતી. જોકે હવે આરોપી પોલીસની કસ્ટડીમાં છે. ત્યારે આરોપી શું નવા ખુલાસા કરે છે અને અન્ય કેટલી ચોરીનો ભેદ ઉકેલાયો છે તે જોવું મહત્વનું છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube