ગૌરવ પટેલ/અમદાવાદ: ભાડા કરારના છેલ્લા પાનાનો દુર ઉપયોગ કરી છેતરપિંડી કરવાની આરોપીની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. મિહિર પટેલ અભણ ખેડૂતોને ટાર્ગેટ કરી તેમની જમીન ઘાંચમાં લાવી દેતો અને જમીન પોતાના તાબામાંથી ક્લીયર કરવા જમીન માલિક પાસે રૂપિયાની ઉધરાણી કરતા કરોડોની છેતરપિંડી કરનાર આરોપીએ પાંચ ગુન્હાની કબુલાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે પોલીસ કર્મી વચ્ચે ઉભેલો ભોળા ચહેરા વાળો આરોપી મોટો ભુ માફિયા છે. જો તમે તેની સાથે કોઇ પણ સ્થાવર મિલ્કતના ભાડા કરાર કર્યા હોય તો સત્વરે તપાસ કરી લેજો. ક્યાંક તમારી જમીન વેચાઇ તો નથી ને. અમદાવાદના ધોળકાના કલિકુંડ ખાતે રહેતા મિહિર પટેલ સામે કણભા પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્ર પટેલે પોતાની જમીન ભાડા કરારથી આપી હોવા છતાં વેચાણનો બાનાખત થયાની ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં આરોપીની મોડસ ઓપરન્ડી છતી થઇ ગઈ હતી.


કળિયુગી પતિ બન્યો હેવાન, જમવા અને શરીરસુખ મુદ્દે તકરાર થતાં પત્નીને જીવતી સળગાવી...


અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક અમિત વસાવાના કહેવા પ્રમાણે ફરિયાદીની જમીન ભાડે રાખવા માટે આરોપીઓ ભાડા કરાર કર્યો. જેના છેલ્લા પાના પર ફરિયાદની સહી અને અંગૂઠાના નિશાન પણ લીધા. પછી આંગળના ભાડા કરારના પાના હટાવી વેચાણના બાના ખતના પાના લગાવ્યા તથા ભાડા કરારનું છેલ્લું પાનું યથાવત રાખી મુળ માલિક પાસે જમીનના રૂપિયા માંગતો હતો. 


દારૂબંધીનાં ધજાગરા! લગ્નપ્રસંગમાં ઉડી દારૂની છોળો, વરરાજાએ રિવોલ્વર સાથે સીનસપાટા!


અન્ય એક કિસ્સામાં આરોપીએ જગદીશ ભાઇ નામના ખેડૂતની જમીન એક કરોડ 45 લાખમાં લેવાનું નક્કી કરેલું હતું. જોકે ખેડૂતનુ નામ જમીનના કાગળમાં જગાભાઇ હતું તે સુધરાવવાના બહાને ચોપડા તથા કાગળમાં જગદીશ ભાઇ સહી અને અંગૂઠા લઇ જમીન પર દાવો કરી જમીનને ઘાંચમાં મુકી હતી. આરોપી ખેડૂતને શંકા ન જાય તે માટે એક લાખ કે તેથી વધારે રકમ ખેડૂતના ખાતામાં જમા કરવાતો હતો. 


આ વખતે હોલીકા દહન માટે છે ગોબર સ્ટીક છે સુપર ટ્રેન્ડમાં! જાણો કેવી હોય છે ગોબર સ્ટીક


એણાસણ ગામના એક ખેડૂતની બાજુની જમીન ખરીદી તેને વાવેતર કરવા આપવાની વાત કરી હતી. આરોપીઓને અભણ ખેડૂતને વિશ્વાસમાં લઇ પોતાને નામે દસ્તાવેજ કરાવી લીધો હતો. નડિયાદના કિસ્સાની વાત કરવામાં આવે તો આરોપીએ શાંતા બેન પટેલની જમીન સાત કરોડ 28 લાખ 81 હજારમાં ખરીદવાનું નક્કી કર્યું. આરોપી શાંતિ બેનને વિશ્વાસમાં લઇ રજીસ્ટ્રાર કચેરી લઇ ગયો અને સાત કરોડની રોકડ બતાવી દસ્તાવેજ કરાવી લીધો. કચેરીમાંથી બહાર નીકળી આરોપીએ શાંતિ બેનના ઘરે રૂપિયા પહોંચાડવાનું કહ્યુ જે હજુ પહોંચાડ્યા નથી.


અગ્નિપથ ભરતીના નિયમોમાં મોટો ફેરફાર, ITI-પોલિટેક્નિક પાસ યુવાનો પણ કરી શકશે અરજી


અમદાવાદ ગ્રામ્ય પોલીસને આશંકા છે કે મિહિર પટેલે આ પાંચ લોકો સિવાય અન્ય લોકો સાથે પણ જમીનની છેતરપિંડી કરી હશે, માટે પોલીસ દ્વારા જાહેર અપીલ કરાઇ છે કે તેઓ મિહિરને ઓળખે અને તેમની જમીન સાથે કોઇ ચેડા થયાં હોય તો પોલીસ ફરિયાદ કરે સાથે પોલીસ દ્વારા એ પણ અપીલ કરાઇ છે. 


આજે તો જાણી જ લો, સવારે શા માટે બ્રેકફાસ્ટ છે અતિ જરૂરી?


  • ખેડૂતોએ બજાર ભાવથી ઉંચા ભાવ આપવાનું કોઇ કહે તો લાલચમાં આવવુ નહી

  • ખેડૂતોએ કોઇ પણ પ્રકારના જમીન સંબંધી કાગળ પર વાંચી સમજીને સહી અંગૂઠો કરવો 

  • ખેડૂતોએ કોઇ પણ પ્રકારના કરારની એક નકલ પોતાની પાસે રાખવી અને સમયાંતરે તેની કચેરીમાં તપાસ કરવી 

  • ખેડૂતોએ પોતાની સહી જાતે જેતે કચેરીએ જઇ કરવી ચોપડા કે કોળા કાગળ પર સહી ન કરવી 

  • પોતના ઓળખીતા અને વિશ્વાસુ લોકોને સાક્ષી તરીકે રાખવા 

  • જો ખેડૂત નિરક્ષર હોય તો પોતાના પરિવારના શિક્ષિત વ્યક્તિને કરાર સમયે હાજર રાખવા 

  • ખેડૂતોએ રજીસ્ટ્રાર કચેરીમાં પણ અધિકારીની વાત સંપુર્ણ સાંભળી સમજી ને સહી કરવી 

  • જો ખેડૂતના એકાઉન્ટમાં કોઇ મોટી રકમ આવે તો તેની ચકાસણી કરવી અને અન્ય કોઇ વ્યક્તિનો ખરાઇ કર્યા સિવાય નો ચેક ન ભરવો 

  • આ અપિલ સાથે પોલીસે મિહિરે કોઇ અન્ય ગુન્હા આચરેલા છે કે કેમ તેની તપાસ આદરી છે