આ વખતે હોલીકા દહન માટે છે ગોબર સ્ટીક છે સુપર ટ્રેન્ડમાં! જાણો કેવી હોય છે ગોબર સ્ટીક

ગાયના છાણ અને લાકડાથી હોળી પ્રગટાવવામાં આવે છે જે ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક રીતે પણ ખુબ જ મહત્વની છે. ત્યારે સુરત પાંજરાપોળ દ્વારા હોલિકા દહનની અનોખી ઉજવણી આ વખતે કરવામાં આવશે. ગાયના ગોબરમાંથી ખાસ સ્ટીક તૈયાર કરાઈ છે. 

આ વખતે હોલીકા દહન માટે છે ગોબર સ્ટીક છે સુપર ટ્રેન્ડમાં! જાણો કેવી હોય છે ગોબર સ્ટીક

Gobar Stick Holika Dahan 2023: હિન્દુ ધર્મમાં હોળીનું ખુબ જ ધાર્મિક મહત્વ છે. ગાયના છાણ અને લાકડાથી હોળી પ્રગટાવવામાં આવે છે જે ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક રીતે પણ ખુબ જ મહત્વની છે. ત્યારે સુરત પાંજરાપોળ દ્વારા હોલિકા દહનની અનોખી ઉજવણી આ વખતે કરવામાં આવશે. ગાયના ગોબરમાંથી ખાસ સ્ટીક તૈયાર કરાઈ છે. 

55થી 60 ટનની આ ગોબર સ્ટીકનું દહન કરી ધાર્મિક્તાની સાથે સાથે પર્યાવરણનું પણ જતન કરવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે આ સ્ટીક પાંજરાપોળમાં રહેલી પણ તરછોડાયેલી ગાયના છાણમાંથી બનાવવામાં આવી છે. વૈદિક હોળીથી આરોગ્ય માટે નુકસાનકારક વાયુનો નાશ થાય છે. સુરત પાંજરાપોળે ગૌ કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોલિકા દહન કરવા લોકોને પણ અપીલ કરી છે.

દર વર્ષે હોળીના પર્વમાં લાકડાને બાળવામાં આવે છે. જો કે આ વર્ષે પર્યાવરણને પ્રદુષણ મુક્ત રાખવા માટે સુરત પાંજળાપોળ દ્વારા અનોખી પહેલ શરૂ કરી છે. પાજળાપોર દ્વારા ગાયના ગોબરમાંથી સ્ટીક બનાવવામાં આવી છે. આ વર્ષે 55 થી 60 ટન ગોબર સ્ટીક બનાવવામાં આવી છે. લોકો ગોબર સ્ટીક તરફ વળે તે માટે આ વખતે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી લોકોને જાગૃત કરાઈ રહ્યા છે. 

હોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પર્યાવરણલક્ષી એવી વૈદિક હોળી ઉજવવા માટે સુરત પાંજરાપોળમાં તૈયારીઓ થઈ રહી છે. સુરતમાં તરછોડાયેલી ગીર ગાય સહિતની ગાયોના છાણમાંથી ૧૭૦૦૦ કિલો ગૌ-કાષ્ટ બનાવાઈ છે. વૈદિક હોળી થી વાતાવરણમાં આરોગ્યને માટે નુકશાનકારક વાયુનો નાશ થાય છે. તો બીજી તરફ ગૌ માતા પ્રત્યે ભાવના જાગે અને તેમની સેવા પણ થાય એ માટે સમાજમાં વૈદિક હોળી વિશે જાગૃતતા પણ આવી છે. ત્યારે સુરત પાંજરાપોળ દ્વારા પણ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી છાણ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી ગૌ-કાષ્ટ બનાવાઈ રહી છે. 

તરછોડાયેલી કુલ 10500 ગાયના છાણમાંથી ગૌ-કાષ્ટ બનાવાઈ છે. એટલું જ નહીં તરછોડાયેલી ગીર ગાયોના છાણમાંથી પણ ગૌ-કાષ્ટ બનાવાઈ છે. લોકો લાકડાને બદલે ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરી શકે અને હજારો વૃક્ષોને કપાતા બચાવી શકાય એ હેતુથી ફરી વખત વૈદિક હોળીનો વ્યાપ વધી રહ્યો છે. 

સુરત પાંજરાપોળના મેનેજીંગ ટ્રસ્ટી નયનભાઈ ભરતીયાએ કહ્યું કે, ગત વર્ષે ૯૦૦૦ કિલો ગૌ-કાષ્ટનું વેચાણ કરાયું હતું . જો કે આ વર્ષે ૧૭૦૦૦ કિલો ગૌ-કાષ્ટ તૈયાર કરી છે. જેમાં ગીર ગાયોના છાણનો પણ ઉપયોગ કર્યો છે. ઓનલાઈન વેચાણ થાય એ માટે પણ પ્રયાસ કર્યો છીએ. ગૌ કાષ્ટ માત્ર રૂ.20 પ્રતિ કિલો છે. સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ ડિમાન્ડ છે. તેનાથી જે કંઈ પણ આવક થશે, તેનો ઉપયોગ ગાયો માટે અને તેમના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news