સુરત લોન કૌભાંડ: 3 બેંકના મેનેજર સહિત મહિલાની ધરપકડ, 22 આરોપીઓને શોધે છે સીઆઇડી
ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ સુરત દ્વારા 2.27 કરોડનું બેંક લોન કૌભાંડ અંગે ફરિયાદ નોંધવવામાં આવી છે. આ કૌભાંડ કોઈ બીજું નહીં પરંતુ બેંકના મેનેજરો દ્વારા આચરવામાં આવ્યું છે. આ ફરિયાદમાં ત્રણ બેંક મેનેજર સહિત મહિલાઓ સામેલ છે. કુલ 27 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સીઆઇડીએ પાંચ લોકોની ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. બોગસ કોટેશન લેટર આધારે આ કરોડો રૂપિયાની લોન એકબીજાના મેળા પીપળાથી આપી હતી.
ચેતન પટેલ, સુરત: ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ સુરત દ્વારા 2.27 કરોડનું બેંક લોન કૌભાંડ અંગે ફરિયાદ નોંધવવામાં આવી છે. આ કૌભાંડ કોઈ બીજું નહીં પરંતુ બેંકના મેનેજરો દ્વારા આચરવામાં આવ્યું છે. આ ફરિયાદમાં ત્રણ બેંક મેનેજર સહિત મહિલાઓ સામેલ છે. કુલ 27 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સીઆઇડીએ પાંચ લોકોની ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. બોગસ કોટેશન લેટર આધારે આ કરોડો રૂપિયાની લોન એકબીજાના મેળા પીપળાથી આપી હતી.
આ પણ વાંચો:- સુરત: કતારગામમાંથી ભાગેલા પ્રેમીપંખીડા મહારાષ્ટ્રથી ઝડપાયા, થયો મોટો ખુલાસો
બેંક ઓફ બરોડામાં અલગ અળગ સ્કીમ અને કોટેશન આપી લોન મેળવવામાં આવી હતી. ત્યારબાદ આ લોનના હપ્તા નહીં ભરવા આ અંગે અનેક કેસો સામે આવ્યા હતા. આ મસમોટું કૌભાંડ હોવાનું જાણવા મળતા આખરે ક્રિમિનલ ઇન્વેસ્ટિંગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તાપસમાં કૌભાંડ 2.27 કરોડ રૂપિયાનું હોવાનું બહાર આવતા સીઆઇડી ક્રાઇમે પૂર્વ 3 મેનેજર સહિત 27 જેટલા લોકો સામે ફરિયાદ નોંધી હતી.
આ પણ વાંચો:- સુરત: સુર્યા મરાઠી હત્યા કેસમાં આરોપીનું કારસ્તાન, સિવિલ તબીબે ફરિયાદ નોંધાવી
બેંકના જયપુર મેનેજર અને અન્ય લોકો મળી આખું કૌભાંડ આચર્યું હતું. જ્યારે આ સમગ્ર ઘટના અંગે બેંકને જાણકારી મળી હતી. ત્યારે નવયુગ કોલેજ શાખાના મેનેજર સંજીવ કુમાર પ્રકાશ દ્વારા પોતાના જ બેન્કના ત્રણ તત્કાલિન મેનેજર સહિત અન્ય કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. સીઆઇડી ક્રાઇમે નિલેશ છગન વાઘેલા, વિજય હરજી મકવાણ, હર્ષદ નાર વસતરપરા, મયુર નારણભાઈ વસતરપરા, સંજયભાઈ અમરિસિંહભાઇ ખોખરીયાની ધરપકડ પણ કરી છે.
આ પણ વાંચો:- સુરતના ખાડી પૂરમાં ફસાયેલી મહિલા માટે દેવદૂત બનીને પહોંચ્યું ફાયર વિભાગ
વધુમાં તપાસ માટે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા છે. સીઆઇડી ક્રાઇમના સુરતના અધિકારીઓ મુજબ વર્ષ 2016થી લઇ 2018ના સમયગાળામાં આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે છેતરપિંડી, વિશ્વાઘાત અને કાવતરાની કલમ તેમજ બોગસ ડોક્યુમેન્ટ બનાવી રજૂ કરવાની ફરિયાદ નોંધવી છે. જેમાં પ્રમોદ કુમાર, સંજીવ કુમાર, શૈલેન્દ્ર કુમાર આ ત્રણેય બેંકના તત્કાલિન સિનિયર મેનેજરમાં સામેલ હતા. સાથે નિલેશ નામનો આરોપી કન્સલ્ટિંગ એજન્ટ છે. જ્યારે આરોપી ભરત એકબરી ઝીરો મેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને વીએમ એન્ટરપ્રાઇઝનો પ્રોપ્રાઈટર છે.
આ પણ વાંચો:- સુરતી લાલાઓ હવે ઇલેક્ટ્રીક બસમાં ફરશે, મળશે આવી સુવિધાઓ
યોજનાબદ્ધ રીતે આ તમામ લોકોએ મળીને કંપનીના અનેક મશીનરી ખરીદવા માટે ડુપ્લીકેટ કોટેશન લેટર મૂકીને બેંક પાસેથી 2.27 કરોડની લોન મેળવી હતી. આ લોન તેઓએ પીએમજીપી અને એસએમઇ યોજના હેઠળ મેળવી હતી. પરંતુ ત્યારબાદ લોનની રમક નહીં ભરવા આખરે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. જોકે હજુ પણ 22 જેટલા આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ સીઆઇડી દ્વારા શરૂ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર