સુરતી લાલાઓ હવે ઇલેક્ટ્રીક બસમાં ફરશે, મળશે આવી સુવિધાઓ
Trending Photos
સુરત : શહેરના પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક બસ (Electric Bus) દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બસની સુરતમાં ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. આ બસ રંગ ઉપવન અને મકાઇ પુલ વચ્ચે દોડી હતી. જેમાં પાલિકા મેયર, કમિશ્નર સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. હવે શહેરના રસ્તાઓ પર ઇલેક્ટ્રીક બસ દોડતી જોવા મળશે. શહેરમાં પર્યાવરણની જાળવણી માટે રસ્તાઓ પર ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રી દ્વારા જાહેર પરિવહનનાં સ્વચ્છ ગતિશીલતાને વધારે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ભારતના 64 શહેરમાં 5595 ઇલેક્ટ્રીક બ ફાળવવા માટેનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રસરકારની યોજનાને અનુરૂપ શહેર દ્વારા 300 બસની માંગણી કરવામાં આવી હતી.જો કે સરકારે ઇલેક્ટ્રીક બસની સબસિડી સ્કમી હેઠળ ગુજરાત માટે 550 બસની ફાળવણી કરી. જે અંતર્ગત સુરતને 150 બસ મળી છે. 1.07 કરોડની એક એવી 150 બસ સુરત શહેરને મળી છે.
સરકાર દ્વારા 1.07 કરોડ રૂપિયાની બસમાં 45 લાખ રૂપિયા સબસિડી પેઠે આપવામાં આવશે. પ્રથમ બસ આજે સુરતમાં ટ્રાયલ તરીકે ચાલી હતી. જે રંગ ઉપવન અને મક્કાઇ પુલ વચ્ચે દોડી હતી. આ ટ્રાયલ રનનાં કાર્યક્રમમાં પાલિકા મેયર જગદીશ પટેલ, પાલિકા કમિશ્નર બંછાનિધી પાની અને કાઉન્સિલર્સ તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે