ISIS terrorist shahnawaz arrest : ISIS ના નિશાને ફરી ગુજરાત રાજ્ય છે. દિલ્હીથી પકડાયેલા આતંકવાદીએ પોતે ખુલાસો કર્યો કે, તેઓ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગરમાં IED બ્લાસ્ટ કરવા માંગતા હતા. અયોધ્યાથી લઈ મુંબઈ સુધી તેમનું પ્લાનિંગ હતું. ISISના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્હીમાં ધરપકડ બાદ ખબર પડી કે ગુજરાતના વિવિધ શહેરો પણ આતંકીના નિશાના પર હતા. આતંકીએ અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં હુમલા માટે રેકી પણ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં પકડાયેલા ISISના આતંકીઓનું ગુજરાત કનેક્શન સામે આવ્યા બાદ ATS સતર્ક થઈ છે. ગુજરાત ATSની એક ટીમ દિલ્હી પહોંચી છે. એક ACP અને એક PI સહિતની ટીમ દિલ્હી પહોંચી છે. ઝડપાયેલા આતંકીઓની ગુજરાત ATSની ટીમ પૂછપરછ પણ કરશે. મહત્વનું છે કે, આ આતંકીઓની અત્યાર સુધીની પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે, ગુજરાતના મોટા શહેરોમાં નેતાઓની ગતિવિધિઓની આ આતંકીઓએ રેકી કરી હતી અને કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાના પ્રયાસમાં હતા.


ઐતિહાસિક હિંદુ દીક્ષા દિન : અમેરિકાના 30 યુવાનોએ સંસાર છોડ્યો અને સંન્યાસ લીધો


ઐતિહાસિક ક્ષણ! સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી