અમદાવાદ: આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ સરકાર દ્વારા રાજ્યસભામાં ગૃહમંત્રી અમિતશાહ દ્વારા કલમ 370 દૂર કરવાનું વિધેયક રજૂ કરવામાં આવ્યું અને 35એ તથા 370ની કલમ કાશ્મીરમાંથી દૂર કરવામાં આવી તે નિર્ણયનું સમર્થન કર્યું છે. જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બનશે તે પણ આવકાર્ય ગણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં તોગડિયાએ જણાવ્યું કે, ગુલામનબી આઝાદ યુપીથી સાંસદ બને, એક દેશમાં બે ઝંડા, બે સંવિધાન આ 35A અને 370ને કારણે હતું. પાકિસ્તાનીઓ જમ્મુમાં આવીને ચૂંટણી લડી શકે, અન્ય કોઈ દેશના ભાગમાંથી કોઈ જઈને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના લડી શકે તે ખોટું હતું. કોમન સિવિલ કોડ લાવવામાં આવશે તેવી આશા, સરકાર 4 લાખ પંડિતોને ઘરો પાછા અપાવશે. રાજ્યસભમાં બિલ રજૂ કરવા માટે અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. તથા 370 દૂર થઈ શકે તો કોમન સિવિલ કોડ અને રામ મંદિર પણ સરળતાથી બની શકે છે. 370 દૂર કરવા કરતાં આ પ્રક્રિયાઓ તો ઘણી સરળ છે. તેવું પણ તોગડિયાએ જણાવ્યું હતું. 


સરદાર પટેલનું અધુરુ સપનું મોદીએ પૂર્ણ કર્યું: કિરીટ સોલંકી 
અમદાવાદ સાંસદ કિરીટ સોલંકી એ ઝી 24 કલાક સાથે ની વાતચીત માં કહ્યું કે 70 વર્ષ પહેલાં સરદાર પટેલ નું અધૂરું રહી ગયેલું કાર્ય આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એ પૂરું કર્યું છે. નહેરુ ની નીતિ ના કારણે કાશ્મીરમાં આતંક ફેલાયો છે જે હવે બંદ થશે તેના બદલ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ નો આભાર માનતા કહ્યું કે આ એક એવો નિર્ણય સરકાર એ લીધો છે કે પાકિસ્તાન ને પણ જવાબ મળી ગયો કે ભારત એક દેશ છે એને કોઈ તોડી નહીં શકે.