આજનો દિવસ વડોદરાવાસીઓ માટે કાળમુખો! બે તાલુકામાં બે મોટા અકસ્માતોમાં 25 લોકો ઈજાગ્રસ્ત
આજરોજ વડોદરા જિલ્લાના બે તાલુકામાં બે જેટલા અકસ્માતો થવા પામ્યા હતા. જેમાં કરજણ તાલુકામાં આવેલ નેશનલ હાઈ-વે પર એક સાથે પાંચ જેટલા વાહનો અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા.
ઝી બ્યુરો/વડોદરા: વડોદરા જિલ્લા માટે આજનો દિવસ કાળમુખો સાબિત થવા પામ્યો હતો. આજરોજ વડોદરા જિલ્લાના બે તાલુકામાં બે જેટલા અકસ્માતો થવા પામ્યા હતા. જેમાં કરજણ તાલુકામાં આવેલ નેશનલ હાઈ-વે પર એક સાથે પાંચ જેટલા વાહનો અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા.
રહસ્યમયી બીમારીથી ભારત સહિત દુનિયાભરના દેશોમાં ચિંતા; ભારત સરકારની રાજ્યોને સૂચના
ઈજાગ્રસ્તો ને કરજનના સરકારી દવાખાના ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ વડોદરાના ડભોઇ રોડ પર આવેલ કપુરાઈ ચોકડી પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા. ઇજાગ્રસ્તોને 108 મારફતે વડોદરાની એસેસરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાતમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ; ખેડૂતોમાં ચિંતા પ્રસરી, આ પાકોને છે ખતરો
ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
રાણો, પાણો, ભાણો..... શું છે પોરબંદરની આ 'કહેવત', તમે પણ જાણો તેનો ઈતિહાસ