જૂન મહિનામાં ફરવા માટે ભારતની આ 5 જગ્યાઓ છે બેસ્ટ, કરો ફટાફટ પ્લાન

Best Places To Visit In June: કાળઝાળ ગરમી વચ્ચે જૂન મહિનો થોડી રાહત લઈને આવતો હોય છે. પહોડોની સુંદરતા અને હસીન મોસમની મઝા માણવા માટે જૂન મહિનો ફરવા માટે યોગ્ય માનવામાં આવે છે. જો તમે પણ જૂનમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો ભારતમાં ફરવા માટે આ 5 સુંદર જગ્યાઓ તમારા માટે છે.

મુનસ્યારી, ઉત્તરાખંડ

1/5
image

ઉત્તરાખંડમાં આવેલું મુનસ્યારી શાંત અને મોહક સુંદરતા માટે જાણીતું છે. જૂનમાં અહીંનું હવામાન મુલાકાત માટે યોગ્ય મસ્ત બની જાય છે. અહીં તમે હિમાલયના અદભૂત નજારાનો આનંદ માણી શકો છો, મુનસ્યારી ટોપ પર ટ્રેકિંગ કરી શકો છો અથવા તો હાઉન્ડ કુંડ જેવા સુંદર ધોધ જોઈ શકો છો.

મનાલી, હિમાચલ પ્રદેશ

2/5
image

હિમાલયના ખોળે વસેલું મનાલી પહાડોની ખુબસુરતી માટે ખજાનો છે. જૂનમાં અહીંનું વાતાવરણ ખુશનુમા રહે છે. અહીં તમે રોહતાંગ પાસની સુંદરતા જોઈ શકો છો, રિવર રાફ્ટિંગનો આનંદ માણી શકો છો અથવા હિમાલયની ખીણોમાં ટ્રેકિંગનો આનંદ માણી શકો છો.

કુન્નુર, તમિલનાડુ

3/5
image

જો તમે પહાડો સિવાય કોઈ હિલ સ્ટેશનની મુલાકાત લેવા માંગતા હોવ તો કુન્નૂર એક શ્રેષ્ઠ વિકલ્પ છે. નીલગીરી પહાડીઓમાં સ્થિત કુન્નુર તેના સુંદર ચાના બગીચાઓ અને સુંદર ધોધ માટે જાણીતું છે. જૂનમાં અહીંનું વાતાવરણ ખુશનુમા હોય છે. 

કાશ્મીર

4/5
image

જન્નતના નામથી જાણીતું કાશ્મીર ફરવા માટે કોઈ પરિચયનું મોહતાજ નથી. જૂનમાં અહીંનું વાતાવરણ એકદમ હસીન હોય છે. અહીં તમે ડલ ઝીલની શાનદાર ખુબસૂરતી જોઈ શકો છો. પહેલગામની ખીણોમાં ફરી શકો છો અથવા તો ગુલમર્ગમાં ગોંડોલા રાઈડનો આનંદ લઈ શકો છો.

દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ

5/5
image

ચાના બગીચા અને સુંદર ટેકરીઓ માટે પ્રખ્યાત દાર્જિલિંગની મુલાકાત લેવા માટે જૂન મહિનો યોગ્ય છે. અહીં તમે વિશ્વ પ્રસિદ્ધ ટોય ટ્રેનમાં બેસીને ખીણોના મનમોહક દૃશ્યનો આનંદ માણી શકો છો.