અમદાવાદમાં રથયાત્રાનું કાઉનડાઉન શરૂ; જાણો કેવી છે સુરક્ષા કવચની તૈયારીઓ?

રથયાત્રાની સુરક્ષા કવચની તૈયારીઓ અમદાવાદ શહેર પોલીસ એક મહિના અગાઉથી શરુ કરી દેતી હોય છે. આ વખતની રથયાત્રાને લઇને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંવેદનશીલ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં રથયાત્રાનું કાઉનડાઉન શરૂ; જાણો કેવી છે સુરક્ષા કવચની તૈયારીઓ?

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત પોલીસ અને અમદાવાદ શહેર પોલીસનો સૌથી મહત્વ અને મોટો પોલીસ બંદોબસ્ત ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવામાં આવે છે ત્યારે રથયાત્રાની સુરક્ષા કવચની તૈયારીઓ અમદાવાદ શહેર પોલીસ એક મહિના અગાઉથી શરુ કરી દેતી હોય છે. આ વખતની રથયાત્રાને લઇને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંવેદનશીલ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી છે. જેમાં CCTV પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ હેઠળ CCTV લગાવવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. 

જુના અમદાવાદમાં રથયાત્રાના 18 કિલોમીટરના રૂટ પર cctv લગાવવામાં લગાવવા સૂચન કરવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટમાં આવતા 8 વિસ્તારોમાં CCTV પ્રોજેક્ટ શરૂ કર્યો. રથયાત્રાના રૂટ પર આવેલી તમામ ખાનગી મિલકત એટલે કે દુકાનો, પોળ અને સોસાયટીની બહાર CCTV કેમેરા લગાવવાનું કહેવામાં આવી રહ્યું છે. આ લગાડેલા તમામ કેમેરાનું રેકોર્ડિંગ 1 મહિના સુધી રાખવામાં આવે તેવા પણ આદેશ અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવા માં આવ્યો છે. 

આ સીસીટીવી કેમેરા લગાડવા માટેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂટ પર તમામ રહીશો અને દુકાન માલિક સાથે મિટિંગ કરવામાં આવી છે. દરેક વેપારીએ નાઇટ વિઝન અને સારી કવોલિટીના CCTV લગાડવાના રહેશે. આ પ્રોજેક્ટ હેઠળ સંવેદનશીલ વિસ્તારમાં 1500 CCTV કાયમી ધોરણે લગાડેલા રાખવામાં આવશે. અત્યાર સુધીમાં કોટ વિસ્તારમાં 348 નવા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. 

અગાઉ રથયાત્રાના રૂટ પર 177 CCTV કેમેરા લાગેલા હતા. જેમાં 61 કંટ્રોલ કેમેરા અને 166 ખાનગી કેમેરા છે. અત્યારે રથયાત્રાના રૂટ પર કાર્યરત 525 CCTV કેમેરા લાગેલા છે. અત્યાર સુધીમાં 1500 વધુ દુકાનો ચેક કરવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર અસામાજિક તત્વો પર નજર રખવા અને જો કોઈ બનાવ બનવા પામે તો તાત્કાલિક અસામાજિક તત્વોને પકડી શકાય એ માટેથી તૈયાર શરુ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news