આશાબેન પટેલની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મોડી રાત્રે વિશેષ બેઠક
જોકે, આશાબેન અને નીતિન પટેલ બંનેએ આ બેઠક એક શુભેચ્છા મુલાકાત અને વિસ્તારના કામોની ચર્ચા અંગે થઈ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી, આશાબેનના ભાજપમાં જોડાવાનો નિર્ણય પાર્ટીનું મોવડીમંડલ લેશે એવું તેમણે જણાવ્યું.
હીતલ પારેખ/ગાંધીનગરઃ ઊંઝા ખાતે કાર્યકર્તાઓની બેઠકમાં સમર્થન મળ્યા બાદ આશાબેન પટેલ સીધા જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા માટે ગાંધીનગર દોડી આવ્યા હતા. સચિવાલયના સ્વર્ણિમ સંકૂલ ખાતે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં તેમના વચ્ચે બેઠક યોજાઈ હતી. જોકે, આશાબેન પટેલે પોતાના વિસ્તારના કામોની રજૂઆત માટે અને નીતિન પટેલ એક સંબંધી હોવાથી તેમની સાથે માત્ર ચર્ચા-વિચારણા કરવા માટે આ મુલાકાત કરી હોવાનું જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, "કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપ્યું છે. તેઓ સમાજ સેવક છે અને લોકો માટે કામ કરવાની લાગણી છે. તેઓ તેમના પોતાના વિસ્તારની સમસ્યાઓની રજૂઆત કરવા માટે મારી પાસે આવ્યા છે. તેમણે અગાઉ પણ જાહેરાત કરી હતી કે, તેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે ચર્ચા-વિચારણા કરીને પછી કયા પક્ષમાં જોડાવા અંગેનો નિર્ણય લીધો હતો. તેઓ મહેસાણાના પૂર્વ ધારાસભ્ય તરીકે અને જૂના પડતર કામોની યાદી લઈને મારી પાસે આવ્યા છે."
[[{"fid":"202335","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, "આશાબેન પ્રોફેસર છે અને ડોક્ટરેટની પદવી ધરાવે છે એટલે તેઓ પોતાનો નિર્ણય કાર્યકરો, શુભેચ્છકોની લાગણી લઈને કરવાના છે. ભારતીય જનતા પાર્ટીની સિદ્ધાંતોમાં, વિચારસરણીમાં જે રસ ધરાવતા હોય, ભાજપના કાર્યક્રમો સાથે જે સંમત હોય એવો કોઈ પણ વ્યક્તિ પછી તે નાનો કાર્યકર હોય, પીઢ વ્યક્તિ હોય કે હોદ્દેદાર હોય તે ભાજપમાં આવી શકે છે. આવતીકાલે ઉત્તરગુજરાતના જિલ્લાઓનું ક્લસ્ટર સંમેલન યોજાવાનું છે. આશાબેને ક્યારે જોડાવું તેનો નિર્ણય તેઓ પોતે કરશે."
કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલનો ભાજપમાં જોડાવાનો નિર્ણય
આ મુલાકાત અંગે જ્યારે આશાબેન પટેલને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, " નીતિન પટેલ મારા સંબંધી છે, વડીલ છે અને તેમનું માર્ગદર્શન લેવા આવી છું. આ પક્ષમાં કેવી રીતે જોડાવું તેની ચર્ચા કરવા માટે જ હું નીતિન પટેલ સાહેબને મળવા આવી છું. ભાજપ સાથે મારી કોઈ ડીલ થઈ નથી. કોંગ્રેસના અગ્રણીઓએ પણ મને લોકસભા ટિકિટ સહિતની ઓફર આપી હતી. હવે હું રાજ્યના ડેપ્યુટી સીએમને મળવા આવી છું."
ગુજરાતની જેલો પણ કરે છે કરોડોની આવક, આ પ્રકારે કરાવે છે કદીઓ પાસે કામ
આશાબેને વધુમાં જણાવ્યું કે, "સ્વમાનના ભોગે સત્તા ભોગવી શકાય નહીં. હું કાર્યકર્તાઓના નિર્ણય બાદ સામે ચાલીને આવી છું. નીતિનભાઈ મારા સ્નેહીજન છે. તેઓ જે દિશા સુચવશે તે દિશામાં હું આગળ વધીશ. ભાજપનું મોવડીમંડળ જે નિર્ણય લેશે તેના આધારે મારો ભાજપ પ્રવેશ નક્કી કરશે. ભાજપ મને સ્વીકારવા તૈયાર છે કે એ વાત તો તેમણે અગાઉ જ જાહેરાત કરી દીધી હતી. જો મને આવતીકાલે પક્ષમાં જોડાવા આમંત્રણ મળશે તો હું જોડાવા તૈયાર છું."
આ સાથે જ તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં નીતિન પટેલ સિવાય તેમની અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત થઈ નથી. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે પણ તેમને કોઈ વાત થઈ નથી અને હાલ તેઓ તેમને મળવા પણ જવાના નથી.