હિતલ પારેખ/ગાંધીનગર :20 એપ્રિલ બાદ મળનારી છૂટછાટો અંગે રાજ્ય સરકારના સચિવ અશ્વિની કુમાર દ્વારા મોટી જાહેરાત કરવામા આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલ પછી કઈ કઈ બાબતોને છૂટછાટ મળશે. તેમજ સરકાર દ્વારા મળનારી આ છૂટછાટોમાં કેવા પ્રકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામા આવશે. 20મી એપ્રિલ બાદ ઉદ્યોગો અને કંપનીઓને છૂટછાટ મામલે કહ્યું કે, ઉદ્યોગોને ધીમે ધીમે 20મી તારીખથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ મંજૂરી મેળવવા માટે ઉદ્યોગકારોએ જિલ્લા કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે. અધ્યક્ષ તરીકે કલેકટર જીઆઇડીસીના વડા વિભાગના અધિકારી આરોગ્યમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સંબંધિત જિલ્લાના ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે રહેશે. ઉદ્યોગો શરૂ કરવા માટે કમિટીની રચના કરાઈ છે. ઉદ્યોગો ઉત્પાદન શરૂ કરે તેને કમિટી નક્કી કરશે. પરંતુ કેટલીક બાબતોનું ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે. ઉદ્યોગોને મળતી છૂટ સાથે કેટલીક બાબતો એવી પણ જાહેર કરાઈ કે, 20મી એપ્રિલે ઉદ્યોગો શરૂ કરવા માટે અમુક બાબતોનું ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપની અને ઉદ્યોગોએ આ નિયમોનું પાલન કરવાનું રહેશે


  • કોઇપણ કર્મચારી આવશે તેનો બોડીનું ટેમ્પરેચર થર્મલ સ્કેનરથી માપવામાં આવશે. 

  • કેટલાક કર્મચારીઓના જમવાની વ્યવસ્થા પણ અલગ અલગ સમયે કરવાની રહેશે. 

  • જમવાના સમય પણ નક્કી કરવાના રહેશે.

  • એન્ટ્રી અને એક્ઝિટના સમય પણ નક્કી કરવાના રહેશે. 

  • ઉદ્યોગકારોની અંગત જવાબદારી રહેશે કે ફેક્ટરીમાં કોઈપણ જાતની ભેળસેળ ન થાય. 

  • કામદારો અને કર્મચારીઓને ફેક્ટરીમાં જ રહેવાની સુવિધા આપવી પડશે. જો એવું શક્ય ન હોય તો આવવા જ લઈ જવાની વ્યવસ્થા કરવી પડશે. 

  • તમામ સુવિધા કર્યા પછી જ ઉદ્યોગકાર પોતાની કંપની શરૂ કરી શકશે

  • .જો ફેક્ટરીમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળવામાં નહિ આવે તો આપેલી મંજૂરી રદ કરવામાં આવશે. 


તો બીજી તરફ, માર્કેટિંગ યાર્ડ તબક્કાવાર રીતે શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આજે લગભગ 39 જેટલા માર્કેટિંગ યાર્ડ કાર્યરત થઇ ચૂક્યા છે. માછીમાર ઉદ્યોગો માટે છૂટ આપવામાં આવી છે. મનરેગા હેઠળ કામમાં જરૂરિયાત હોય તો આવા કામો શરૂ કરવામાં આવશે. ગામડામાં જરૂરિયાત હોય તો સ્થાનિક સમય સંજોગોને ધ્યાનમાં રાખીને મનરેગાના કામો શરૂ કરી શકાશે. સિટી વિસ્તારોથી બહાર બાંધકામ પ્રોજેક્ટ ચાલે છે, જેમાં એમએસએમઈનો પણ સમાવેશ થાય છે તે ચાલુ રાખી શકાશે. શેરી કે મહાનગરપાલિકાના વિસ્તારોમાં જે સરકારી કામો ચાલે છે જે ચાલુ રાખી શકાશે. પરંતુ તે માટે કામદારોની રહેવા જમવાની પણ સગવડ કરી શકાય. આ તમામ બાબત બાદ મંજૂરી આપી શકાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર