અલકેશ રાવ, બનાસકાંઠા: એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આજે બિનહરીફ જાહેર થઈ છે. નિયામક મંડળની 16 બેઠકો પૈકી 37 ફોર્મ ભરાયા હતા. પરંતુ આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે 16 બેઠક પર માત્ર 16 ઉમેદવાર રહેતા તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણી જાહેર થતા જ અનેક અટકળો હતી. પરંતુ આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. ગઈકાલે પૂર્વ ચેરમેન પરથીભાઇ ભટોળે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા બાદ શંકર ચૌધરીના વિરોધી અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ એ પણ પોતાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતા ફરી શંકર ચૌધરીના પ્રભુત્વ નિયામક મંડળ બનાસડેરી પર બિનહરીફ થયું છે. 16 બેઠક પર તમામ ઉમેદવારો બિનહરીફ થતાં સહકારના રાજકારણમાં શંકર ચૌધરી ફરી કદાવર નેતા સાબિત થયા છે.


આ પણ વાંચો:- સુરત: બેંક સાથે છેતરપિંડીના ગુનામાં 3 શખ્સની ધરપકડ, બેંક મેનેજરને પોતાના પ્લાનમાં કર્યો હતો સામેલ


આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વડગામ પાલનપુર કાંકરેજ દિયોદર અને ડીસા બેઠક પર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચાતા આ પાંચ બેઠકો પણ બિનહરીફ બની હતી. સૌથી અગત્યની ગણાતી ડીસા બેઠક પર માવજી દેસાઈ એ પોતાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતા ચારે તરફ કુતૂહલ સર્જાયું હતું. માવજી દેસાઈ એ ફોર્મ પરત ખેંચાતા પોતાનું લૂલો બચાવ કરતા જણાવ્યું કે સમાજના આગેવાનો સાથે ચર્ચા બાદ સમાજના હિતમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.


આ પણ વાંચો:- પ્રતિકાર રેલી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓને નજરકેદ કરાયા, હાર્દિક પટેલની અટકાયત


એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પર ફરી એક વાર શંકર ચૌધરીના પ્રભુત્વનો દબદબો રહ્યો છે. પોતાની રાજકીય કુશળતાના કારણે બનાસ ડેરી ની તમામ 16 બેઠકો બિનહરિફ કરી સહકારના રાજકારણમાં પોતાનું ડંકો વગાડ્યો છે. બનાસ ડેરી ચૂંટણી બિનહરીફ થતાં ફરી એકવાર શંકર ચૌધરી ઉત્તર ગુજરાતના કદાવર નેતા પ્રસ્થાપિત થયા છે. જે ઉમેદવારો આજે બિનહરીફ થયા છે તેમને પણ આગામી સમયમાં શંકરભાઈ સાથે રહી પશુપાલકોના વિકાસ માટે કામ કરવાની બાંહેધરી આપી છે.તો ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારોએ પણ શંકર ચૌધરીને ટેકો આપીને ફોર્મ પાછું ખેંચ્યું હોવાનું કબુલ્યું હતું.


આ પણ વાંચો:- અમદાવાદનો આ મુખ્ય રસ્તો આજે 12 થી 7 દરમિયાન રહેશે બંધ


બિનહરીફ ઉમેદવાર
1. રાધનપુર - શંકર ચૌધરી
2. સાંતલપુર - રાધાભાઈ આહિર
3. કાંકરેજ - અણદા ભાઈ પટેલ
4. વડગામ - દિનેશ ભટોળ
5. દાંતીવાડા - પરથી ભાઈ ચૌધરી
6. ધાનેરા - જોઈતાભાઈ પટેલ
7. દિયોદર - ઈશ્વર ભાઈ પટેલ
8. ભાભર - શામતા ભાઈ પટેલ
9. વાવ - રાયમલ ભાઈ ચૌધરી
10. થરાદ - પરબત પટેલ
11. દાંતા - દિલીપ સિંહ બારડ
12. અમીરગઢ - ભાવાભાઈ રબારી
13. પાલનપુર - ભરત પટેલ
14. લાખણી - ધુદાભાઈ પટેલ
15. ડીસા - રામજીભાઈ ગુજોર
16. સુઇગામ - મુળજીભાઈ પટેલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube