સુરત: બેંક સાથે છેતરપિંડીના ગુનામાં 3 શખ્સની ધરપકડ, બેંક મેનેજરને પોતાના પ્લાનમાં કર્યો હતો સામેલ

સુરત સ્થિત કાલુપુર કો. ઓ. બેંક લિ.ની સાથે થયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં ત્રણ આરોપીઓની સી.આઇ.ડી. ક્રાઈમ સુરત દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં આવેલી કાલુપુર કો ઓપરેટિવ બેંકના મેનેજરની મદદગારીથી 4 શખ્સોએ રૂપિયા 6 કરોડની લોન લીધી હતી. આ લોન બેંકમાથી તત્કાલીન બેંક મેનેજર સાથે મેળાપીપણું કરી કાવતરૂ રચી રૂપિયા 6,00,00,000નું હાઈપોથીકેશન સ્ટોક કમ બુક ડેષ્ટ પ્રકારનું બેંકની ગાઈડ લાઈન અને સરક્યુલરો તેમજ નિયમોનું ઉલ્લંઘન કરી ધિરાણ મેળવી લીધું હતું.

Updated By: Oct 7, 2020, 05:03 PM IST
સુરત: બેંક સાથે છેતરપિંડીના ગુનામાં 3 શખ્સની ધરપકડ, બેંક મેનેજરને પોતાના પ્લાનમાં કર્યો હતો સામેલ

ચેતન પટેલ, સુરત: સુરત સ્થિત કાલુપુર કો. ઓ. બેંક લિ.ની સાથે થયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં ત્રણ આરોપીઓની સી.આઇ.ડી. ક્રાઈમ સુરત દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં આવેલી કાલુપુર કો ઓપરેટિવ બેંકના મેનેજરની મદદગારીથી 4 શખ્સોએ રૂપિયા 6 કરોડની લોન લીધી હતી. આ લોન બેંકમાથી તત્કાલીન બેંક મેનેજર સાથે મેળાપીપણું કરી કાવતરૂ રચી રૂપિયા 6,00,00,000નું હાઈપોથીકેશન સ્ટોક કમ બુક ડેષ્ટ પ્રકારનું બેંકની ગાઈડ લાઈન અને સરક્યુલરો તેમજ નિયમોનું ઉલ્લંઘન કરી ધિરાણ મેળવી લીધું હતું.

આ પણ વાંચો:- 2023માં સુરતને ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ મળશે, બનશે મુંબઈ એરપોર્ટનું બીજુ ઓપ્શન

ધિરાણની રકમ લીધા બાદ બેંકમાં પરત ભરપાઈ કરી ન હતી. આમ, ધિરાણની શરતોનું પાલન કર્યું ન હોતું. આ સાથે જ બેંક એકાઉન્ટને એન.પી.એ. કરાવી, મોર્ગેજમાં મુકેલ પ્રોપર્ટીનું ઓવર વેલ્યુએશન કરાવ્યું હતું. કોર્ટ કમિશ્નર સમક્ષ જપ્તીની કાર્યવાહી દરમ્યાન ખોટા અને બનાવટી સ્ટોક સ્ટેટમેન્ટ તથા ઉઘરાણીના સ્ટેટમેન્ટ રજૂ કરી બેંક સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યો હતો.

આ પણ વાંચો:- સુરતમાં સેવાના નામે શ્રમિકોને ભોજન જમાડ્યું, અને સરકાર પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા

આ અંગે સીઆઇડી ક્રાઈમમાં બેંકના અધિકારી જયેશ ભાઈ દ્વારા ભગવાનભાઈ નારાયણભાઈ પટેલ, અશ્વિનભાઈ નારાયણભાઈ પટેલ, ભાવેશભાઈ ભગવાનભાઈ પટેલ, હેમાંગભાઈ યુ. પરીખ અને ઓવર વેલ્યુએશન કરનાર વેલ્યુઅર એચ.ટી.શાહ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તપાસમાં આરોપીઓ સામે યોગ્ય પુરાવા મળી આવતાં આરોપી  ભગવાન,અશ્વિન અને ભાવેશ ની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા હતા.જ્યારે અન્ય બે આરોપી હજી પોલીસ ગિરફત થી દુર ભાગી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube