Gujarat Flood : ગુજરાત પરથી આશના વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે. જો કે, વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. ત્યારે વરસાદ ગાયબ થઈ ગયો છે એવું માની ન લેતા. કારણ કે, ગુજરાતમાં વરસાદનો ત્રીજો મોટો રાઉન્ડ આવશે. આવતી કાલથી ફરીથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. કાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધીમાં સિઝનનો 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાનની સૂચના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગે જાહેર નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જેમાં સવારે 7 વાગેથી 10 વાગે સુધી રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ અને, છોટાઉદેપુરમાં આજે હળવા વરસાદની આગાહી છે. 


આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલે પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું કે, આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં 3થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 


મજબૂરી શું શું કરાવે! પૂરના પાણીમાં ઓર્ડર આપવા પહોંચ્યો ડિલીવરી બોય, ઈમોશનલ કરી દેશે


ગુજરાતમાં વરસાદના લેટેસ્ટ અપડેટ
ભારે વરસાદના પગલે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારો જળમગ્ન થયા છે. અનેક સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે. કેટલીયે ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે..... તો ગુજરાતમાં જ્યા પાણી ભરાયા છે ત્યાંના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.... આમોદ-જંબુસર નજીકથી વહેતી ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવી છે. કાંઠાના ગામો સહિતના વિસ્તારોમાં નદીના પાણી પ્રવેશ્યા હતા.. જેને કારણે ચારે તરફ પાણી-પાણી થઇ ગયું હતું .આસપાસના ખેતરો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પાક પર પાણી ફરી વળતા ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે.......ખેડા શહેરમાં શેઢી નદીના પાણીએ વિનાશ વેર્યો છે.. નદીના પાણી ગામમાં ઘૂસતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ છે.. નદીના પાણીમાં ડૂબેલા શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. નદીનું પાણી ફરી વળતા શહેર બેટમાં ફેરવાયું હતું. શહેરીજનોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું છે......પોરબંદર શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાડી કાંઠાના રહેણાક વિસ્તાર જળમગ્ન થઇ ગયા છે. છેલ્લા 3 દિવસથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયેલા છે. 3 દિવસ વિત્યા છતા હજુ સુધી પાણી ઓસર્યા નથી રહેણાક વિસ્તારમાં ઉભી થયેલી આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે......તો આ તરફ બોટાદના સુખભાદર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા  નયનરમ્ય નજારો જોવા મળ્યો છે...ડેમના 4 દરવાજાને 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે...સાથે જ સલામતીના ભાગરૂપે ત્રણ જિલ્લાના 20 ગામોને કરાયા અલર્ટ...બોટાદ જિલ્લાના નાનાભડલા, લિંબોડા, દેરડી, દેવળીયા, સાંગણપુર, ગધાળીયા, હાંસલપુરને કરાયા અલર્ટ 


ભાજપને વડોદરામાં મોઢું બતાવવાની સ્થિતિ ન રહી! ગુસ્સે ભરાયેલી જનતાએ નેતાઓને ભગાડ્યા