રાજકોટ : ગઇકાલે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગોપાલભાઇ નકુમે પોતાની જ સગી પુત્રીને કપડા ધોવાના ધોકાથી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી. ગોપાલભાઇએ પોલીસ સમક્ષ પોતાનો વલોપાત ઠાલવતા જણાવ્યું કે, મારી દિકરી જે માંગતી તે હું લાવી આપતો હતો. જો કે છેલ્લે તેણે કહ્યું કે, આ ઘરનું પાણી પણ હું નહી પીવ. આ શબ્દો સાંભળીને મને ખુબ જ ગુસ્સો ચડ્યો અને તેને ઘોકો મારી દીધો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોધમાર વરસાદ પડતા જેતપુરના પેઢલા ગામે ગાડી તણાઇ, એકનું મોત

પિતાએ જણાવ્યું કે, મે ઉઘાર રૂપિયા લઇને એક્ટિવા, એન્ડ્રોઇડ મોબાઇલ સહિતની વસ્તુઓ લઇ આપી હતી. દીકરીને ફટકાર્યા બાદ ગોપાલભાઇને જુનાગઢ રહેતા કૌટુમ્બીક ભાઇને ફોન કરીને ઘટના અંગે જાણ કરી અને પોલીસ સ્ટેશન પહોંચી ગયા. વીસ દિવસ પહેલા જુનાગઢમાં તેના કાકાએ તેને સમજાવી હતી. 23 જુલાઇએ તે પોતાનાં પિતાનું ઘર છોડીને વિધર્મી યુવક સાથે ફરાર થઇ ગઇ હતી. 


 


દક્ષિણ ગુજરાતનાં 26 તાલુકામાં વરસાદ, ઉમરાપાડામાં 4 કલાકમાં 5 ઇંચ



4 ઓગસ્ટના રોજ બંન્ને સમાજના આગેવાનોએ ભેગા થતા ઇલા પર પિતાના ઘરે આવી હતી. 6 ઓગસ્ટના રોજ પિતાના હાથે હત્યા થઇ હતી. પિતાએ કહ્યું કે, મારી દિકરી મારા ઘડપણની લાકડી બનશે પણ મારા જ હાથે તેની હત્યા થઇ. પિતાએ આખી રાત પોલીસ મથકમાં આંસુ વહાવ્યા હતા અને ભોજન પણ ત્યજી દીધું હતું. 

ગોપાલભાઇએ જણાવ્યું કે, સાહેબ શું કરવું તે કોઇ પણ વાતે સમજવા માટે તૈયાર નહોતી. તેની માત્ર એક જ જીદ હતી કે મારા પ્રેમિ પાસે જવા દ્યો. મારા લગ્ન તેની સાથે કરાવી દ્યો. હું ભલે રોજના 400 રૂપિયા કમાતો હોઉ તેમ છતા તેને એક્ટિવા, એન્ડ્રોઇડ  મોબાઇલ સહિતની સુખ સુવિધાની વસ્તુઓ અપાવી હતી. જીદ એટલી હદે કહ્યું કે, જો તમે તેની સાથે લગ્ન નહી કરાવો તો હું આ ઘરનું પાણી નહી પીઉ જેથી મારે આ પગલું ભરવું પડ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર