ધોધમાર વરસાદ પડતા જેતપુરના પેઢલા ગામે ગાડી તણાઇ, એકનું મોત

સૌરાષ્ટ્રમાં ગઇ કાલે ધોધમાર વરસાદના પગલે તમામ નદીઓ ગાંડીતુર બની છે. જેના પગલે રાજકોટ જિલ્લાના જેતપુરનાં પેઢલ ગામે એક ગાડી નદીના ધમસતા પ્રવાહમાં તણાઇ હતી. કારમાં સવાર એક વ્યક્તિનું ડુબી જવાને કારણે મોત નિપજ્યું હતું. જો કે સ્થાનિક તરવૈયાઓની મદદથી રાત્રે રેસક્યું કરીને ગાડી બહાર કાઢવામાં આવી હતી. 
ધોધમાર વરસાદ પડતા જેતપુરના પેઢલા ગામે ગાડી તણાઇ, એકનું મોત

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ગઇ કાલે ધોધમાર વરસાદના પગલે તમામ નદીઓ ગાંડીતુર બની છે. જેના પગલે રાજકોટ જિલ્લાના જેતપુરનાં પેઢલ ગામે એક ગાડી નદીના ધમસતા પ્રવાહમાં તણાઇ હતી. કારમાં સવાર એક વ્યક્તિનું ડુબી જવાને કારણે મોત નિપજ્યું હતું. જો કે સ્થાનિક તરવૈયાઓની મદદથી રાત્રે રેસક્યું કરીને ગાડી બહાર કાઢવામાં આવી હતી. 

રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલા નવાગઢમાં ગત સાંજે 6 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ આખી રાત વરસ્તો યહતો. ભારે વરસાદના પગલે મોડી રાત્રે જેતપુરના પેઢલા ગામે વરસાદી પાણીમાં એક કાર તણાઇ હતી. પેઢલાથી પાંચપીપળા જવાના રોડ પર ભારે પુર આવતા આ કાર પાણીમાં તણાઇ હતી. 

જેતપુરના કાર ચાલક ચંદ્રકાંત છાટબારનું પાણીમાં ડુબી જવાના કારણે મોત નિપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓ રેસક્યું કરીને કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. જો કે કાર ચાલકનું કરૂણ મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી અવિરત મેઘમહેર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news