ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના સતત વધી રહેલા સંક્રમણને કારણે આ વખતે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાદાઈથી કરવામાં આવશે. ગાંધીનગરમાં આ વખતે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ યોજાવાનો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપવાના છે. આ વખતે કોરોનાને લીધે કાર્યક્રમની અંદર સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવશે. તો કાર્યક્રમમાં હાજરી આપનાર દરેક લોકો માસ્ક પહેરીને હાજરી આપશે. આ વચ્ચે આ વખે સ્વાતંત્ર્ય પર્વના દિવસે રાજભવનમાં એટ હોમ કાર્યક્રમ પણ યોજાશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર વર્ષે રાજભવનમાં યોજાઈ છે કાર્યક્રમ
15મી ઓગસ્ટના દિવસે સાંજે રાજભવનમાં રાજ્યપાલ દ્વારા એટ હોમ (સ્નેહમિલન) કાર્યક્રમ યોજાતો હોય છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ, વિપક્ષના નેતાઓ સહિત અન્ય લોકો હાજરી આપતા હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે રાજભવનમાં એટ હોમ કાર્યક્રમ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2020ની જાહેરાત, આ વર્ષે 44 શિક્ષકોને મળશે સન્માન


ગાંધીનગરમાં સીએમ આપશે હાજરી
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં યોજાનારા રાજ્યકક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમમાં હાજરી આપશે. તો વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ખેડા જિલ્લામાં હાજરી આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં હાજર રહેશે. અન્ય કેબિનેટ મંત્રીઓમાં આરસી ફળદુ જામનગર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ, કૌશિક પટેલ આણંદ, ગણપત વસાવા સુરત, સૌરભ પટેલ બોટાદ, જયેશ રાદડિયા રાજકોટ, દિલીપ ઠાકોર પાટણ, ઈશ્વરભાઈ પરમાર તાપી, કુવરજી બાવળિયા સુરેન્દ્રનગર, જવાહર ચાવડા જૂનાગઢમાં હાજરી આપશે. 


તો રાજ્યકક્ષાના મંત્રીઓમાં પ્રદીપસિંહ જાડેજા સાબરકાંઠામાં હાજર રહેશે. બચુભાઈ ખાબડ દાહોદ, જયદ્રથસિંહ પરમાર પંચમહાલ, ઈશ્વર પટેલ ભરૂચ, વાસણ આહિર કચ્છ, વિભાવરી દવે ભાવનગર, રમણલાલ પાટકર વલસાડ, કિશોર કાનાણી નવસારી અને યોગેશભાઈ પટેલ વડોદરામાં હાજરી આપવામાં છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં કલેક્ટરની હાજરીમાં સ્વાતંત્ર્ય પર્વનું આયોજન થશે.  
 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube