રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભક્તો દ્વારા દૂધ અને જળ અર્પણ કરી ભગવાન શિવની આરાધના અને ઉપાસના કરતા હોય છે. ત્યારે આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ગાય ભગવાન શિવના મંદિરના ઓટલા પાસે ગાય ઉભી રહે છે તે સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારા વહે છે. જે જોઇને લોકોમાં કુતુહલ સર્જાયુ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ સોશિયલ મીડિયમાં ગુજરાતના કચ્છ જિલ્લાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઇને તમે પણ કહેશો કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કચ્છ જિલ્લાના નખત્રાણાના ભડલી ગામના શિવ મંદિરે એક ગાય દૂધ આપતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. પવિત્ર શ્રાવણ માસમાં ભોળા શંભુને રીઝવવા લોકો કેટલી સેવા પૂજા કરે છે. ત્યારે ગાયનો વીડિયો સામે આવ્યો છે.


સ્વતંત્રતા દિવસ પર એકતા સંદેશ, 2375 મીટર લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથે નીકળી તિરંગા યાત્રા


ભડલી ગામે શિવ મંદિરે દરરોજ સેવાના સમયે એક ગાય આવી પહોંચે છે અને દૂધ આપે છે. મંદિરના ઓટલા પાસે ગાય ઉભી રહે છે તે સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગે છે. આ દૂધ ભેગું કરીને પૂજારી શિવલિંગ પર ચડાવે છે અને ગાયને દાણ પણ આપે છે. ત્યારે વીડિયો સામે આવતા અહીં લોકો દર્શનાર્થે આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube