કરવાચોથની શોપિંગ માટે પત્નીએ માગ્યા 50 હજાર રૂપિયા, પતિએ ના પાડતાં કરી દીધો કાંડ
Relationship : કરવા ચોથનો તહેવાર પર ઉત્તર પ્રદેશના એક ઘરમાં લોહિયાળ બન્યો હતો. રૂપિયા માંગતા કાબૂ ગુમાવેલા પતિએ ઈંટ લઈને પત્નીનું માથું ફોડ્યું હતું, અને આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, પછી શું થયું તે જુઓ
Trending Photos
Uttar Pradesh : 20 ઓક્ટોબરના કરવા ચોથ માટે મહિલાઓ અત્યારથી તૈયારીઓ કરી રહી છે. કરવા ચોથની ખરીદીને પગલે બજારમાં ઘણા દિવસથી રોનક છે. કપડાંથી લઈને કોસ્મેટિકની દુકાનો હાઉસફૂલ જઈ રહી છે. દુકાનો પર મહિલાઓની ખાસ્સી ભીડ જામી રહી છે. જોકે, યુપીની બરેલીથી આવેલા એક સમાચારે લોકોને ચોંકાવી દીધા છે. અહીંની એક મહિલાએ પતિ પાસે શોપિંગ માટે 50 હજાર રૂપિયા માગ્યા હતા.
શોપિંગ માટે 50 હજારની માગણીથી પતિ પણ ચોંકી ગયો હતો. પતિએ પત્નીને પૈસા આપવા માટે નનૈયો ભણી દેતાં પત્ની ઉકળી ઉઠી હતી. જેને મગજ પરનો કાબૂ ગુમાવી દઈ ઈંટ લઈને પતિનું માથું ફોડી નાખ્યું હતું. ઈજાગ્રસ્ત પતિ અડધી રાતે હોસ્પિટલ પહોંચ્યો અને સારવાર બાદ તેને પત્ની સામે ફરિયાદ કરી હતી.
અહલાદપુરના નિવાસી હરીશ કુમારે ઈજ્જતનગર પોલીસ સ્ટેશનમાં પત્ની સામે લેખિતમાં ફરિયાદ કરી હતી. પ્રથમ પત્નીના મોત બાદ તેના 3 વર્ષ પહેલાં જ બીજા લગ્ન થયા હતા. ઓફિસથી એ ઘરે આવ્યો ત્યારે પત્નીએ કરવાચોથની ખરીદી માટે 50 હજાર રૂપિયાની માગણી કરી હતી. જે માટે પતિએ ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. વિવાદ વધીને હાથાપાઈ પર ઉતરી આવ્યો હતો અને પત્નીએ મગજ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.
આરોપ છે કે પત્નીએ ઈંટ મારીને પતિનું માથું ફોડી નાખ્યું હતું. જેને પગલે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પત્નીના આ પ્રકારની બિહેવયરથી કંટાળીને પતિએ આખરે પોલીસમાં ફરિયાદ કરી હતી. હવે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે