LRD પેપરલીક કાંડ: પ્રોફેશનલ ગેંગના મુખ્ય સુત્રધારની ATSએ કરી ધરપકડ
ગુજરાતના LRD પેપરકાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી દિલ્હી પોલીસમાં નોકરી કરતો હતો. ધરપકડ કરાયેલો શખ્સ પ્રોફેશનલ ગેંગનો મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે.
ઉદય રંજન, અમદાવાદ: ગુજરાતના LRD પેપરકાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી દિલ્હી પોલીસમાં નોકરી કરતો હતો. રાજ્યમાં બહુચર્ચિત LRD પેપરલીક કાંડમાં ગુજરાત એટીએસએ વધુ એક આરોપીની ગુડગાંવથી ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલો શખ્સ પ્રોફેશનલ ગેંગનો મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે.
વધુમાં વાંચો: સાબરકાંઠા: વડાલી તાલુકામાં ઠાકોર સમાજના 21 સગીરોના બાળલગ્ન થતા અટકાવાયા
વર્ષ 2018ના ડિસેમ્બર મહિનામાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયું હતું. ગુજરાત પોલીસે સમગ્ર કેસ ઉકેલી મુખ્ય આરોપીઓને જેલ હવાલે કર્યા છે. પેપરલીકનો ગુનો દાખલ થયા બાદ ગુજરાત એટીએસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગર પોલીસ સહિતની પોલીસે તાત્કાલિક આ પ્રોફેસનલ ગેંગને પકડવા એડી ચોંટીનું જોર લગાવ્યું હતું.
વધુમાં વાંચો: અધધ ભષ્ટ્રાચાર: 300 કરોડનો ખર્ચ કર્યો છતા વડોદરાના લોકોને પાણીના ફાંફા
ગણતરીના દિવસોમાં જ 30થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ઘણા રાજ્યોમાં આ કેસની તપાસ કર્યા બાદ પ્રોફેશનલ ગેંગ હોવાનું સામે આવ્યું હતું. એટીએસની ગુપ્ત તપાસમાં મુખ્ય સુત્રધાર વિનોદ ચિખારાનું નામ સામે આવ્યું હતું. અને આખરે તેને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. તે દરમિયાન સર્વેલન્સના આધારે આરોપી વિનોદ ચિખારાની ગુડગાંવથી ધરપકડ કરાઈ છે.
વધુમાં વાંચો: અમદાવાદ: ચંડોળા તળાવમાં નર્મદાના નીર ભરવા માટે કોંગ્રેસનો મુખ્યમંત્રીને પત્ર
આરોપી વિનોદ ચિખારા અગાઉ પકડાયેલા આરોપીઓની મદદથી કર્ણાટક ખાતે આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાંથી પ્રશ્નપત્રની ચોરી કરી હતી. ચોરી કરેલુ પ્રશ્નપત્ર વિનોદ ચિખારાએ વિરેન્દ્ર માથુરને આપ્યું હતું. જેના બદલામાં વિરેન્દ્રએ વિનોદને એક કરોડ આપવાના નક્કી કર્યા હતા. અને એડવાન્સ પેટે 9 લાખ 70 હજાર આપ્યા પણ હતા. પેપર વહેંચવા માટે વિરેન્દ્રએ મોનુ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો.
વધુમાં વાંચો: ઓનલાઇન શોપિંગમાં ગીફ્ટ વાઉચરની લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગની ધરપકડ
આ મોનુના ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પેપર પરીક્ષા ઉમેદવારોના અનેક સંપર્કો હતા. જે મુજબ મોનુ ગુજરાતથી ઉમેદવારોને પરીક્ષાના એક દિવસ પહેલા દિલ્હી લઈ ગયો હતો અને આ ઉમેદવારોને પેપર ગોખાવ્યું અને ચાર કલાકમાં જ વિનોદ પેપર લઈ જતો રહ્યો હતો. અને પેપર લીક થતા જ વિનોદ અને વિરેન્દ્રએ એકબીજા વચ્ચે સંપર્ક તોડી નાખ્યા.
વધુમાં વાંચો: દ્વારકા: ખંભાળિયાના 3500ની વસ્તી ધરાવતા ગામના 500થી વધારે લોકો થયા બિમાર
વિનોદ ચિખારાએ વર્ષ 2017માં પણ NEETની પરીક્ષાનું પેપર કર્ણાટકથી ચોરી કરી હતી. વિનોદ વર્ષ 2010 માં દિલ્લી પોલીસ માં ભરતી થયો હતો ત્યાર બાદ દિલ્લી પોલીસ ને જાણ થઇ હતી કે વિનોદે આપેલા દસ્તાવેજ બધા બનવાતી છે ત્યારે તેને નોકરી માંથી બરતરફ કરી દેવામાં આવ્યો અને ત્યાર બાદ અલગ અલગ રાજ્ય ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના પેપર ચોરી કરવાનું નક્કી કર્યું હતું.
જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...