ઓનલાઇન શોપિંગમાં ગીફ્ટ વાઉચરની લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગની ધરપકડ

ઓનલાઈન શોપિંગ દરમિયાન ખોટી લાલચ આપી છેતરપીંડી આચરનાર 16 આરોપીઓને દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે 17 કમ્પ્યુટર અને કોલ સેન્ટરમાં ઉપયોગમાં લેવામાં આવતો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

Updated By: May 7, 2019, 09:37 PM IST
ઓનલાઇન શોપિંગમાં ગીફ્ટ વાઉચરની લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: ઓનલાઈન શોપિંગ દરમિયાન ખોટી લાલચ આપી છેતરપીંડી આચરનાર 16 આરોપીઓને દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે 17 કમ્પ્યુટર અને કોલ સેન્ટરમાં ઉપયોગમાં લેવામાં આવતો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ પકડમાં આવેલા આ આરોપીઓ જે તમને ફોનમાં લાલચ આપતી વાતો કરી તમારું ખીસુ ખંખેરી લે છે. થોડા સમય અગાઉ સાયબર સેલને એક ફરિયાદ મળી હતી જે આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે,  દિલ્લીની ગેંગ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહ્યું છે. જેથી સાયબર ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડૉ રાજદીપસિંહ ઝાલા દ્વારા એક ટીમ બનવામાં આવી જેમાં PI એન એચ રાણા, PSI પીસી સીંગરખીયા ,PSI જેએચ સિંધવ ,ASI કુલદીપ બારોટ, ASI ભારતી તરાલ સહીત પોલીસ કર્મીઓને દિલ્હી ખાતે મોકલી કોલ સેન્ટર ચલાવતી આખી ગેંગને ઝડપી લેવામાં આવ્યું હતું.

LRD પેપરલીક કાંડમાં ગુજરાત ATSએ કરી મુખ્ય આરોપી વિનોદ ચિખારાની ધરપકડ

આરોપીઓ પાસેથી કોમ્પ્યુટર મોબાઈલ ડેટા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે 2 મુખ્ય સંચાલક છે એક દેવેન્દ્ર મૌર્ય અને નિઝામુદીન શેખ જેમાં એક બેન્ક અને બીજો મેનેજમેન્ટ  સંચાલક ટેક્નિકલ બાબત સાંભળતો હતો. 3 જેટલી નકલી વેબ સાઇટ બનાવવામાં આવી હતી. જેમાં કોઈપણ ખરીદી કરવા માટે સર્ચ કરે એટલે તેની વિગતો મેળવી લેતા હતા સાથે જ અન્ય લોકોની લીડ મેળવતા હતા.

આ ગેંગ દ્વારા કોલ કરી લોભામણી વાતો કરી કુરિયર ચાર્જ રજિસ્ટ્રેશન ચાર્જ જેવા બહાના હેઠળ લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હતા. આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, ગુજરાત અને દિલ્હી ખાતે સૌથી વધારે લોકોને ભોગ બનાવ્યા છે. ગુજરાતમાં 3200થી વધારે જ્યારે દિલ્હીમાં 3000 લોકોને કોલ કર્યો હોવાનો ખુલાસો થયો છે. હાલમાં આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.