અધધ ભષ્ટ્રાચાર: 300 કરોડનો ખર્ચ કર્યો છતા વડોદરાના લોકોને પાણીના ફાંફા
300 કરોડનો માતબર ખર્ચ કર્યા બાદ પણ સ્વચ્છ પાણી ન મળે એવું તમે સાંભળ્યુ છે. વડોદરામાં કોર્પોરેશને ત્રણ વર્ષમાં પાણી પાછળ 300 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ લોકોને શુધ્ધ પાણી નથી મળી રહ્યું. જેના કારણે લોકોમાં ભારે રોષ છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: 300 કરોડનો માતબર ખર્ચ કર્યા બાદ પણ સ્વચ્છ પાણી ન મળે એવું તમે સાંભળ્યુ છે. વડોદરામાં કોર્પોરેશને ત્રણ વર્ષમાં પાણી પાછળ 300 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ લોકોને શુધ્ધ પાણી નથી મળી રહ્યું. જેના કારણે લોકોમાં ભારે રોષ છે.
વડોદરામાં છેલ્લા 6 માસ થી પીવાના પાણીની પારાયણ શરૂ થઈ છે જે હજુ સુધી હલ થઈ શકી નથી, શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને છેલ્લા 3 વર્ષમાં પાણી આપવા માટે કોર્પોરેશને અંદાજીત 300 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં 30 કરોડ તો અધિકારીઓના પગાર પાછળ ખર્ચાયા છે. 160 કરોડનો ખર્ચ નિભાવણી અને દુરસ્તી પાછળ થયો છે. કરોડોના ખર્ચને લઈ વિપક્ષે શાસકો અને અધિકારીઓ પર પાણીના ખર્ચના નામે માત્ર ભ્રષ્ટ્રાચાર કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. મહત્વની વાત છે કે, 300 કરોડના ખર્ચ બાદ પણ લોકોને પીળા કલરનું દુર્ગધ મારતુ પાણી પીવું પડી રહ્યું છે.
ઓનલાઇન શોપિંગમાં ગીફ્ટ વાઉચરની લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગની ધરપકડ
ક્યાં કેટલો થયો ખર્ચ?
- પાણીની ટાંકીની નિભાવણી ખર્ચ 900 લાખ.
- ટાંકી ના લાઈટ બિલ પાછળ 5400 લાખ.
- ટ્યુબવેલ ની નિભાવણી ખર્ચ 38 લાખ.
- ક્લોરીન પાછળ 75 લાખ.
- પાણી પુરવઠાની નિભાવણી ખર્ચ 1200 લાખ.
- પ્રોજેક્ટના કામો માટે 5200 લાખ.
- પાણીની લાઇન ની નિભાવણી પાછળ 300 લાખ.
- પાણીની જૂની લાઈનો બદલવા પાછળ 125 લાખ
દ્વારકા: ખંભાળિયાના 3500ની વસ્તી ધરાવતા ગામના 500થી વધારે લોકો થયા બિમાર
કોર્પોરેશન શહેરની 16 લાખની જનસંખ્યાને રોજનું 480 મિલિયન લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. શહેરની 29 પાણીની ટાંકી અને 56 સંપ મારફતે મારફતે પાણી લોકો સુધી પહોંચી રહ્યું છે. પાલિકા દ્વારા 4 મહિના અગાઉ જ શહેરની 29 ટાંકીઓ અને સંપોની સફાઈ માટે 29 લાખનો ખર્ચ કરાયો હતો.
LRD પેપરલીક કાંડમાં ગુજરાત ATSએ કરી મુખ્ય આરોપી વિનોદ ચિખારાની ધરપકડ
આજે ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, બાપોદ ટાંકી, માંજલપુર ટાંકી, કપુરાઈ ટાંકી, તરસાલી ટાંકી, જી.આઈ.ડી.સી ટાંકી, જામ્બુવા ટાંકી અને મક્કરપુરા બુસ્ટર દ્વારા 6 લાખ લોકોને અપાતું પાણી આજે પણ ગંદુ અને પીળાશ પડતું આવે છે. જે પાલિકા માટે શરમ જનક બાબત કહી શકાય. ત્યારે પાણી પાછળ કરોડોના ખર્ચ મામલે કોર્પોરેશનના સ્થાયી સમિતીના ચેરમેન ઉડાવ જવાબ આપે છે.
નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે ત્રણ દિવસ પહેલા વડોદરા ખાતે કોર્પોરેશન અને જિલ્લાના અધિકારીઓ સાથે મિટિંગ કરી પાણીની સમસ્યાનું નિવારણ આવી જશે તેવી ખાતરી આપી હતી તેમ છતાં કોઈ પરિણામ દેખાઈ નથી રહ્યું. ત્યારે 300 કરોડનો ખર્ચ ખરા અર્થમાં કયાં થયો છે તેની જો તલસ્પર્શી તપાસ કરાવાય તો મસ્તમોટું પાણી કૌભાંડ સામે આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે