ઓઈલચોરી કેસના માસ્ટર માઈન્ડને ATS એ ઝડપ્યો, દેશનાં અનેક રાજ્યોમાંથી કરતો હતો ઓઇલની ચોરી
* ઓઇલ ચોરીનો માસ્ટર માઈન્ડ ATS ના સકંજામાં
* ગુજરાત સહિત 8 રાજ્યોમાં હતો વોન્ટેડ
* ગુના આચરી દુબઈ થયો હતો ફરાર
* અલગ અલગ ગેંગ બનાવી કરતો હતો ઓઇલ ચોરી
* અંદાજીત 500 કરોડની ઓઇલ ચોરીની કરી કબૂલાત
મૌલિક ધામેચા / અમદાવાદ : દેશભરમાં ઓઇલ સપ્લાય કરતી કંપનીઓની પાઇપ લાઈનમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર મુખ્ય આરોપી ની ગુજરાત ATS એ ધરપકડ કરી છે. .22 ગુના આચરી અલગ અલગ રાજ્યોમાંથી આરોપીએ 500 કરોડથી વધુ ઓઇલ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી દુબઈથી મુંબઈ પહોંચ્યો ત્યાં જ ATS એ ઝડપી પાડ્યો. કોણ છે સંદીપ ગુપ્તા અને ઓઈલ ચોરીનું કેવું હતું નેટવર્ક જોઈએ.
ભાજપ લખેલી ગાડીને પોલીસે ઉભી રખાવવા હાથ ઉંચો કર્યો પણ ગાડી સીધી પોલીસ પર ચડાવી દિધી
દેશના અલગ અલગ રાજ્યોમાં 22 જેટલી ઓઇલ લાઈનોમાં પચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર મુખ્ય આરોપી સંદીપ ગુપ્તાની ગુજરાત ATSએ મુંબઈ એરપોર્ટ થી ધરપકડ કરી છે. આરોપી રાજસ્થાન બિયાવર , બર, પશ્ચિમ બંગાળમાં કોલકતા તથા વર્ધમાન નગર, બિહાર જમુઈ, રોહતક, ગોહાના અને ચિત્તોગઢમાં ઓઇલ ચોરીના ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત ATS અને મોરબી SOG વાંકાનેરમાં કરેલ રેડમાં પણ આરોપી સંદીપ ફરાર હતો. સંદીપ પૂછપરછમાં તાજેતરમાં 6 જેટલા પંચર કરી કરોડોની ઓઇલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે.
25 વર્ષ પહેલા કેશુભાઇએ શરૂ કરેલી RR સેલને રૂપાણી સરકારે વિખેરી નાખ્યો, IG ની પાંખો કપાશે
આરોપી સંદીપ ગુપ્તા પૂછપરછ સામે આવી તેની મોડ્સઓપરેન્ડી આરોપી ઓઇલ લાઈનામાં પચર કરવા 300-400 મીટર પોતાની લાઇન નાખતો હતો. લાઇન નજીકમાં આરોપી ગોડાઉન અથવા જગ્યા ભાડે રાખી કન્ટેનરની અંદર ટેન્કરની ટાંકી ફીટ કરી દેશભરનું ચોરી ઓઇલ વેચાણ કરતો હતો. તાજેતરમાં 6 જેટલા ગુનાઓ નામ ખુલતા ઓગસ્ટ મહિનામાં દુબઈ ફરાર થયો હતો. આરોપી વિરુદ્ધ કલમ 70 મુજબ વોટર ઇસ્યુ થયું હતું જેથી આરોપી મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ એટીએસ માહિતી મળી અને આરોપી ઝડપી લેવામાં આવ્યા.
દિલ્લીની પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં મોઢેરાનું સુર્યમંદિર દર્શાવાશે
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં રાજસ્થાન પોલીસ ઓઇલ ચોરી કેસમાં સંદીપ ગુપ્તાની ધરપકડ કરી હતી. જે બાદ 10 મહિના જેલ રહ્યા પછી સંદીપ કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરી હતી. અલગ અલગ પોલીસ મથકોમાં આરોપીના 25થી વધુ કન્ટેનર પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા છે. સાથે સાથે આરોપી દિલ્હી અને મુંબઈમાં વસાવેલી તેની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરશે. ત્યારે આરોપી સંદીપની પૂછપરછ બાદ કરોડો રૂપિયાની ઓઇલ ચોરીમાં અન્ય કેટલા સાગીરતો નામ બહાર આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube