ભાજપ લખેલી ગાડીને પોલીસે ઉભી રખાવવા હાથ ઉંચો કર્યો પણ ગાડી સીધી પોલીસ પર ચડાવી દિધી

ભાજપ લખેલી ગાડીને પોલીસે ઉભી રખાવવા હાથ ઉંચો કર્યો પણ ગાડી સીધી પોલીસ પર ચડાવી દિધી

* પોલીસ પર જીવલેણ હુમલો કરનાર ઝડપાયો
* પોલીસ પર કાર ચઢાવી  ભાગવાનો કર્યો હતો પ્રયાસ
* આરોપીને પકડવા જતા સિદ્ધાર્થ સિંહ નામના પોલીસકર્મી ઇજાગ્રસ્ત
* કુખ્યાત અમીન મારવાડી ઇબ્રાહિમ નુરખાન ઝાટની વેજલપુર પોલીસે કરી ધરપકડ
* અનેક ગુનાઓમાં સંડોવાયેલા અમીન મારવાડી ઇબ્રાહિમ નુરખાન ઝાટ પાસેથી મળી આવ્યા હથિયાર

મૌલિક ધામેચા/અમદાવાદ : વેજલપુર પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઇબ્રાહિમ નુરખાન ઝાટ આખરે ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે આરોપીને પકડવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસ કર્મીચારી પર કાર ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે નાકાબંધી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. હથિયારનો શોખ ધરાવતો અમીન મારવાડી ઇબ્રાહિમ નુરખાન ઝાટ ઇબ્રાહીમ નુરખાન ઝાટ વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું છે.

જાહેરમાં ફાયરિંગ કરી વિડીયો બનાવવાનું કહેતો આરોપી અમીન મારવાડી ઇબ્રાહિમ નુરખાન ઝાટ ઇબ્રાહીમ નુરખાન ઝાટ છે. ગુરુવારે પોલીસને મળેલી બાતમી આધારે આરોપીએ પોલીસ પકડવા જુહાપુરા ફાર્મ હાઉસ પર પોહચી હતી. જોકે આ દરમ્યાન પોલીસથી બચવા પોલીસ કર્મચારી પર કાર ચડાવી જીવલેણ હુમલો  કર્યો. તેમ છતાં વેજલપુર પોલીસની ટીમે તાત્કાલિક અમીન મારવાડી ઇબ્રાહિમ નુરખાન ઝાટને પકડી લીધો. ઉલ્લેખનીય છે કે, જુહાપુરામાં હથિયાર સાથે એક શખ્સ ફરી રહ્યો હોવાની બાતમી આધારે તેને પકડવા પોહચી હતી. પણ પોલીસ આવ્યાની વાત કાને પડતા જ અમીન મારવાડી ઇબ્રાહિમ નુરખાન ઝાટએ નાસવા માટે પોલીસકર્મી સિદ્ધરાજસિંહ પર કાર ચડાવી દીધી. આ દરમિયાન પોલીસ ઉચ્ચ અધિકારીઓએ જુદા જુદા વિસ્તારમાં નાકાબંધી કરીને આરોપી અમીન મારવાડી ઇબ્રાહિમ નુરખાન ઝાટ ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને પકડતા તેની ગાડીમાંથી પોલીસને રિવોલ્વર, તલવાર, બે બેઝબોલ તેમજ છરી જેવા હથિયારો મળી આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા પોલીસકર્મી સિદ્ધરાજસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પકડાયેલ આરોપી અમીન મારવાડી ઇબ્રાહિમ નુરખાન ઝાટનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, એટલુ જ નહીં તેની વિરુદ્ધ અગાઉ મારામારી, ખંડણી, જમીન પચાવી પાડવા જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ શખ્સ મનોમન પોતાની જાતને જુહાપુરાનો ડોન સમજીને બેઠો હતો. જેની પ્રતીતિ આ ફાયરિંગ કરતો વીડિયો જ સાબિત કરી બતાવે છે. અમીન ગેંગ બતાવીને વિસ્તારમાં ધોસ જમાવવાના કૃત્યો આચરતો હતો. હથિયારો સાથે ફોટો પાડી સોશિયલ મીડિયામાં મૂકી રોફ જમાવવો અને જમીન પર કબ્જા કરવાનું કામ કરતો.પરંતુ તેની એક ભૂલે આજે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

અમીન મારવાડી ઇબ્રાહિમ નુરખાન ઝાટ જ્યારે આજે પોલીસ ગિરફતમાં ઉભો છે ત્યારે આ ટપોરીની ડોનગીરી પોલીસ સમક્ષ બિલ્લી પગે નીકળી જશે. જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં પોલીસના એક કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી દેવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે તેને અત્યાર સુધીમાં જે જમીનો ગેરકાયદે રીતે પચાવી પાડી છે તેને લઈને પોલીસ આરોપી વિરુદ્ધ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news