સુરત: ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર હુમલો, એસઆરપી જવાનનું માથું ફૂટ્યું
સુરત મનપાની ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થતા ચકચાર મચી છે. આ હુમલામાં એસઆરપી જવાનનું માથું ફૂટ્યું. ઈજાગ્રસ્ત જવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાવવામાં આવ્યો છે. ખટોદરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ચેતન પટેલ, સુરત: સુરત મનપાની ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થતા ચકચાર મચી છે. આ હુમલામાં એસઆરપી જવાનનું માથું ફૂટ્યું. ઈજાગ્રસ્ત જવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાવવામાં આવ્યો છે. ખટોદરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
જામનગર: જુવાન જોધ દીકરાને પરિવારે મૃત્યુ બાદ પણ આ રીતે ' જીવતો' રાખ્યો
મળતી માહિતી મુજબ સુરતમાં ફરી એક વાર ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલો થતા પોલીસ દોડતી થઈ છે. સુરતના ખટોદરા વિસ્તારમાં આજે વહેલી સવારે મનપાની ઢોર પાર્ટી ઢોર પકડવા ગઈ હતી. જ્યાં તેઓની પશુપાલક સાથે આ મામલે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ જોતજોતામાં તો પશુપાલક દ્વારા ઢોર પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો. .જેમાં એક એસ.આર.પી જવાન ઇરજાગ્રસ્ત થયો હતો. જવાનને તાત્કાલિક 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
બીજી તરફ આ ઘટના ની જાણ થતાં ખટોદરા પોલીસ અને ઉચ્ચ અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ ખટોદરા પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.