VIDEO: પાવાગઢ યાત્રાધામ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારને લઈને ઓડિયો વાઈરલ, તપાસના આદેશ
પવિત્ર યાત્રાધામ પાવાગઢના યાત્રાધામ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારને લઈને એક ઓડિયો ક્લિપ વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ ઓડિયો ટીમ એક્ટિવિસ્ટ કિશોર નથવાણી અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલીન સેક્રેટરી અનિલ પટેલ વચ્ચેના સંવાદની છે. જો કે ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
ગાંધીનગર: પવિત્ર યાત્રાધામ પાવાગઢના યાત્રાધામ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારને લઈને એક ઓડિયો ક્લિપ વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ ઓડિયો ટીમ એક્ટિવિસ્ટ કિશોર નથવાણી અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલીન સેક્રેટરી અનિલ પટેલ વચ્ચેના સંવાદની છે. જો કે ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
ઓડિયો ક્લિપમાં અનિલ પટેલના જણાવ્યાં મુજબ યાત્રાધામમાં ભ્રષ્ટાચારીઓ ઘૂસી ગયા છે. ઓડિયો ક્લિપમાં સવા સો કરોડના કામનો ઉલ્લેખ કરાયો છે જેમાં નબળી કક્ષાનું કામ થયું હોવાનો આક્ષેપ કરાયો છે.
આ સમગ્ર મામલે મંત્રી દિલિપ ઠાકોરે તપાસના આદેશ આપ્યાં છે.