અમદાવાદ : શહેરમાં બળાત્કારનાં કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. જો કે કેટલાક કિસ્સામાં બળાત્કાર નહી હોવા છતા યુવાનોનું જીવન બરબાદ થઇ જતું હોય છે. અણબનાવને યુવતી કે મહિલા દ્વારા બળાત્કારમાં ખપાવી દેવાતો હોય છે. આવા જ એક કિસ્સામાં મહિલા હેલ્પ લાઇન દ્વારા ઉકેલી લેવાયો અને યુવાનનું જીવન બચાવી લેવાયું છે. ગોતા વિસ્તારમાં રહેતી એક 19 વર્ષીય પરિણીતાએ યુવક પર ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ 3થી 8ની 30-31 ડિસેમ્બરે એકમ કસોટી, 6 જાન્યુઆરી સુધીમાં જમા કરાવવી પડશે ઉત્તરવહી

જો કે પોલીસે યુવાનની કેફિયત પુછતા કંઇક અલગ જ એન્ગલ આવતા મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. જેમાં ચોંકાવનારુ સત્ય સામે આવ્યું હતું. યુવતીએ કબુલ્યું હતું કે, બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો. તેઓ છેલ્લા ઘણા લાંબા સમયથી મળતા પણ હોવાની કેફિયત આપી હતી. જો કે બંન્નેને મળતા એક સંબંધી જોઇ જતા તેઓ પરિવારને જાણ ન કરે તે માટે તેણે આ પ્રકારની ફરિયાદ કરી હતી. જેના કારણે યુવક પર બળાત્કારનો આરોપ મુકીને કેસ દાખલ કરાવી દીધો હતો. 


રાજકોટ: અધુરા મહિને જન્મેલા બાળકને Corona આવ્યો, ડોક્ટર્સ યમરાજ સામે માંડ્યો મોરચો અને પછી

મહિલા હેલ્પ લાઇનની ટીમે યુવતીને ગભરાયા વગર જે પણ સત્ય હોય તે કહેવા માટે જણઆવ્યું હતું. જેથી મહિલાએ જણાવ્યું કે, તમે કોઇને કહેતા નહી, હું મોટી તકલીફ મુકાઇ જઇશ. જેથી હેલ્પલાઇન કર્મચારીઓને તેમને સાંત્વના આપી હતી. પરિણીતાએ જણાવ્યું કે, પાછળના મહોલ્લામાં રહેતા યુવક સાથે છેલ્લા ચાર મહિનાથી સંબંધ છે. અવાર નવાર તેઓ મરજીથી મળતા હતા. કોઇ સંબંધી તેમના ઘરની બહાર નિકળતા જોઇ ગયા હતા. જેથી પતિ તેમને છુટાછેડા આપી દેશે એવા ડરથી તેણે સાચી હકીકત છુપાવવા માટે પ્રેમી પર ખોટો આરોપ મુક્યો હતો. 


Gujarat Corona Update: રાજ્યમાં નવા કોરોનાના 1115 દર્દી, 1305 સાજા થયા, 08 નાં મોત

પ્રેમનો ભાંડો ફુટી જશે અથવા અન્ય કોઇ રીતે પતિને જાણ થશે તો પિયર મોકલી દેશે. માતા પિતાને પણ જાણ થશે તો આ રીતે તકલીફમાં મુકાઇ જશે. જેથી આ સમગ્ર બાબતનું કોઇને જાણ ન જાય તે રીતે સમાધાન લાવવા માટે મહિલાએ હેલ્પલાઇનને આજીજી કરી હતી. આખરે હેલ્પલાઇનની ટીમે યુવક અને પરિવારજનો સાથે ખાસ વાતચીત કરી. હવે સંબંધ નહી રાખવા અને ફોન મેસેજ નહી કરવા સમજાવીસમગ્ર સમસ્યાનું હકારાત્મક સમાધાન લાવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube