બ્રિજેશ દોશી, ગાંધીનગર: વૈશ્વિક મહામારી કોરોનાને અંકુશમાં લેવા માટે અને નાગરિકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા આયુષ પદ્ધતિથી સારવાર આપવા માટે જે દિશા નિર્દેશો કરાયા તદઅનુસાર ગુજરાતમાં પણ આયુષ પદ્ધતિ દ્વારા કોરોનાને નાથવા માટે રાજ્યના આયુષ નિયામકની કચેરી દ્વારા સધન પ્રયાસો કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના પરિણામે કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે અને આ પદ્ધતિ સાચા અર્થમાં આશિર્વાદરૂપ નીવડી છે. જેના પરિણામે રોગપ્રતિરોધક ઔષધ પુરા પાડવામાં અને કોરોના પોઝીટીવ દર્દીઓને ચિકિત્સા આપવામાં ગુજરાત રાજય દેશભરમાં અગ્રેસર રહ્યુ છે એમ રાજ્યના આયુષ નિયામક ભાવનાબેન પટેલ દ્વારા જણાવાયુ છે.    

ફરી લોકડાઉન અંગે કોઇ વિચારણા નથી, નીતિન પટેલે કર્યો ખુલાસો


ભાવનાબેને ઉમેર્યુ કે, ગુજરાત રાજયમાં કોવિડ-૧૯ સંક્રમણના કેસ મળતા રાજય સરકારની સૂચનાથી આયુષ પ્રભાગ દ્વારા લોકહિતાર્થે આયુર્વેદ અને હોમીયોપેથી પધ્ધતિથી સ્વસ્થ રહેવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માર્ચ-૨૦૨૦થી મોટાપાયે કામગીરી કરવામાં આવી રહી છે.

આયુષના ઔષધો દ્વારા કોવીડ-૧૯ સામે રક્ષણ મેળવવાના ઉપાયો અંગે જનજાગૃતિ કેળવવા માટેનો રાજ્ય સરકાર દ્વારા કરાયેલ સધન કામગીરીના પરિણામે ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યુ છે. સાથે સાથે આ પ્રયાસોના લીધે આયુર્વેદ જીવન પધ્ધતિ અને ઔષધો માટે નાગરિકોમાં જાગૃતી લાવવામાં આવી. 

કોરોનાના ટેસ્ટિંગ ચાર્જમાં 1 હજાર રૂપિયાનો ઘટાડો, હવેથી આટલા ચૂકવવા પડશે


તેમણે કહ્યુ કે, રોગ પ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદ અને હોમીયોપેથી ઔષધોનું મોટા પ્રમાણમાં નાગરિકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આયુષ નિયામકની કચેરી દ્વારા ૭,૧૧,૬૨,૨૭૭ થી વધુ અમૃતપેય-આયુર્વેદ ઉકાળાના ડોઝ સરકારી આયુર્વેદ હોસ્પીટલ તેમજ દવાખાનાઓ દ્વારા તૈયાર કરી વિના મૂલ્યે રાજ્યના નાગરિકોને ૫ થી ૭ દિવસ એકજ સ્થળ પર વિતરણ કરવામાં આવ્યુ જેનો ૧.૪૦ કરોડથી પણ વધુ નાગરિકોએ લાભ લીધો. એજ રીતે ૩૫,૧૨,૭૬૩ સંશમની વટી, ૩,૮૭,૧૭,૫૭૨ કરોડ લોકોને આર્સેનિકમ આલ્બમ (હોમીયોપેથી)નું વિતરણ કરવામાં આવ્યુ છે. 

આજે કોરોનાના રેકોર્ડબ્રેક ટેસ્ટ કરાયા, નવા 1364 કેસ નોંધાયા, 12ના મોત


આ ઉપરાંત રાજ્યમાં કવોરન્ટાઈન થયેલ ૩૪,૦૦૦ જેટલા લોકોને ખાસ આયુષ સારવારથી આરક્ષિત કરાયા, ૭૦૦૦ જેટલા કોવીડ પોઝીટીવ દર્દીઓ સીસીસી તેમજ ડીસીએચસી ખાતે દાખલ હતા તેમને આયુર્વેદ સારવાર અપાઈ જેમાંથી ૫૦ થી પણ ઓછા લોકોના લક્ષણ વધતા કોવીડ હોસ્પીટલ ખાતે વધુ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. સાથે સાથે સરકારી કોવીડ હોસ્પીટલ ખાતે દાખલ માઈલ્ડ લક્ષણયુકત કોરોના પોઝીટીવ ૧૦૦૦૦ થી વધુ દર્દીઓને આયુર્વેદ સારવાર અને ૪૪૦૦ થી વધુ દર્દીઓને હોમીયોપેથી સારવાર સંમતિ લઇ ઉપચાર આપવામાં આવ્યો અને તેમના સ્વાથ્યમાં ઝડપથી સુધારો જોવા મળ્યો છે.


તેમણે કહ્યુ કે, રાજયભરના તમામ જિલ્લાઓમાં તથા શહેરોમાં ધન્વંતરી રથ દ્વારા આયુર્વેદ અમૃતપેય ઉકાળા,સંશમની વટી તથા હોમીયોપેથી આર્સેનિક આલ્બમ -૩૦ પોટેન્સીનું સ્થળ ઉપર જઈને મહત્તમ લોકોને વિનામૂલ્યે પુરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત ૬૫ વર્ષથી વધુ ઉંમરના વૃધ્ધો , ડાયાબીટીસ અને હાઈબીપીના દર્દીઓ, સગર્ભા સ્ત્રીઓ અને બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ જળવાઇ રહે અને  વધારો થાય તે માટે આયુષ ઔષધીય કીટ તૈયાર કરી આગામી ટૂંક સમયમાં નાગરિકોને આ કીટ પહોંચાડવામાં આવશે. જેની રાજય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે.

દારૂની હેરાફેરી માટે બદનામ બોર્ડર પરથી કરોડોના ડ્રગ્સ સાથે કાશ્મીરી યુવક ઝડપાયો

તેમણે કહ્યુ કે, આયુષ નિયામકની કચેરી દ્વારા વ્યાપક પ્રમાણમાં રોગપ્રતિરોધક ઔષધ પુરા પાડવામાં અને કોરોના પોઝીટીવ દર્દીઓને ચિકિત્સા આપવામાં ગુજરાત રાજય દેશભરમાં અગ્રેસર રહ્યુ છે. હાલના ઋતુસંધિ અને રોગચાળાના આ સમયમાં લોકો મહત્તમ આયુષ અપનાવે અને સ્વસ્થ રહે તેવો રાજ્યના નાગરિકોને અનુરોધ પણ કરાયો છે. 


રાજયભરમાં પ૬૮ આયુર્વેદ દવાખાના, ૨૭ર હોમીયોપેથી દવાખાના અને ૩૯ આયુર્વેદ હોસ્પીટલ આવેલી છે.જેના પરથી ઔષધોનો મહત્તમ લાભ લેવા પણ નાગરિકોને અપીલ કરાઇ છે.  જેની માહિતી www.ayush.gujarat.gov.in ઉપરથી પણ મેળવી શકાશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube