દારૂની હેરાફેરી માટે બદનામ બોર્ડર પરથી કરોડોના ડ્રગ્સ સાથે કાશ્મીરી યુવક ઝડપાયો

એનસીબીએ મોડાસા પાસેથી દિલ્હી પાર્સિંગની વેગનઆર કારમાં 16 કિલો ચર સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક કાશ્મીરનો રહેવાસી છે. આ ચરસની બજાર કિંમત દોઢ કરોડ છે. 

દારૂની હેરાફેરી માટે બદનામ બોર્ડર પરથી કરોડોના ડ્રગ્સ સાથે કાશ્મીરી યુવક ઝડપાયો

સમીર બલોચ, અરવલ્લી: અમદાવાદમાં ત્રણ દિવસ પહેલાં એક કરોડના એમડી ડ્રગ્સ સાથે એક પોલીસકર્મી સહિત પાંચ આરોપીઓની ધરપકડનો મામલો હ્જુ ચર્ચામાં છે ત્યારે ફરી એકવાર એનસીબીએ મોડાસા પાસેથી દિલ્હી પાર્સિંગની વેગનઆર કારમાં 16 કિલો ચર સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક કાશ્મીરનો રહેવાસી છે. આ ચરસની બજાર કિંમત દોઢ કરોડ છે. 

મળતી માહિતી અનુસાર શામળાજી-રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ ખુસાડવાના સમાચાર અવાર-નવારા આવતા હોય છે. પરંતુ આ હાઇવે પરથી ચરસની હેરાફેરીની ઘટનાથી એનસીબીની ટીમ એલર્ટ થઇ ગઇ છે.  

એનસીબીએ જણાવ્યું હતું કે દિલ્હી પાર્સિંગની વેગનઆર કારમાં ચરસની તસ્કરી થતી હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસની એક ટીમ હાઇવે પર ગોઠવાઇ ગઇ હતી. પોલીસે દિલ્હી પાર્સિંગની વેગનઆર જોતં જ તેને રોકી દીધી હતી. પોલીસે કારની તલાશી લીધી. આ દરમિયાન કારમાંથી 16 કિલ્લો ચરસની બોરી મળી આવી હતી. 

પોલીસના જણાવ્યા અનુસાર આ ચરસની કિંમત 1.50 કરોડ છે. હાલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક કાશ્મીરનો હોવાનું જણાવી રહ્યો છે. આ ચરસ કોના કહેવા પર લાવવામાં આવી રહ્યું હતું. તે અંગે કોઇ જાણકારી મળી નથી. હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news