તૃષાર પટેલ/વડોદરા: આયુષ્યમાન ભારત યોજનાએ કેન્દ્ર સરકારની અત્યંત મહત્વની યોજના છે. દેશના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો કે જેઓ કોઈ પણ પ્રકારના વીમા ખરીદી નથી શકતા અને આરોગ્યને લગતી તકલીફો સામે આર્થિક મદદ કરવા માટે આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. યોજનાના લાભાર્થે યોજનાનો લાભ લઇ શકે તે માટે કેન્દ્ર સરકારે નિયમો પણ નક્કી કરેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યોજનાના માટે ઓન લાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી. તેમ છતાં કેટલાક ભેજાબાજ લોકો દ્વારા આ યોજના અંગે નકલી વેબ સાઈટની લિંક સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે અને આ લિંકનો ઉપયોગ કરનાર યુઝરના મહત્વના ડેટાની ચોરી કરવામાં આવે છે. નકલી વેબસાઈટ દ્વારા યુઝર્સના ડેટા મેળવીને ભેજાબાજો ડેટા ચોરી છેતરપીંડી કરી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે..


દેશની ગરીબ જનતાને બિમારીના સમયે આર્થિક મદદ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજના શરૂ કરવામાં આવી છે. આયુષ્યમાન ભારતએ ઉમદા કહી શકાય તે પ્રકારની યોજના છે. આયુષ્યમાન ભારત યોજના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ન હોવા છતાં યોજના અંગેની લિંક સાથેના મેસેજીસ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ યોજના હેઠળ ગરીબ દર્દીને પાંચ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે ત્યારે બીમારીના સમયે આ યોજનાનો લાભ લાભાર્થી લઈ શકે એ માટે કેટલાક ભેજાબાજ લોકો દ્વારા ફેક લિંક બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી આમ લોકો સુધી મોકલવામાં આવે છે.


કિશોરીના ફોટાનો ઉપયોગ કરી કોલગર્લ દર્શાવી રૂપિયા પડાવતો યુવક ઝડપાયો


આ લિંક મળ્યા બાદ જ્યારે લાભાર્થી લિંક ઓપન કરે ત્યારે તેને કેટલીક માહિતી પૂછવામાં આવે છે અને લિંક ઓપન કરનાર વ્યક્તિ યોજનાનો લાભ લેવા માટે પોતાની સઘળી માહિતી આપેલ લિંક પર ખૂલેલ વેબસાઈટ પર અપલોડ કરી લેતા હોય છે. આ પ્રકારની માહિતી મળ્યા બાદ લાભાર્થીની અંગત વિગતો આ ભેજાબાજો પાસે પહોંચી જાય છે અને આમ લિંક મોકલનાર ભેજાબાજ દ્વારા ઇ ઠગાઇ કરવામાં આવે છે.એકંદરે યોજનાના લાભ લેવાની આશામાં લાભાર્થી અજાણતા પોતાની વિગતો વેબ સાઇટ પર અપલોડ કરી લેતા હોય છે.આ પ્રકારની ફર્જી વેબસાઈટ વાળી લિંક ખોલનાર લાભાર્થીના ડેટા ચોરી થતા હોય છે.


રૂપિયા 1 લાખની લાંચ લેતા GST અધિકારીની એસીબીએ કરી ધરપકડ


આ યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશનની જોગવાઈ સરકારે રાખી જ નથી. તેમ છતાં યોજનામાં લાભ લેવાં માટેના મેસેજ સાથેની લિંક સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. નકલી વેબ સાઈટની લિંક સાથેના મેસેજને કારણે લિંકનો ઉપયોગ કરનાર વ્યક્તિના ડેટા લિંક શેર કરનાર ભેજાબાજ પાસે સરળતાથી પહોંચી જાય છે. આ પ્રકારની છેતરપિંડી કરનાર ભેજાબાજોની ચુંગાલમાં આમ લોકો ન ફસાઈ જાયએ માટે હવે લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી છે. વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભૂંસાવળના મતે આ પ્રકારની લિંકથી દૂર રહેવા માટે લોકોને અનુરોધ કર્યો છે.


58 વર્ષ બાદ ગુજરાતમાં યોજાશે કોંગ્રેસની વર્કિંગ સમિતિની બેઠક, તૈયારી શરૂ


સરકારની વિવિધ યોજના સહિત અનેક એવી સામાન્ય માનવીને સ્પર્શતી યોજનાઓ માટેની માહિતી દર્શાવતી સાચી વેબસાઈટ અંગેની માહિતી મેળવવા માટે ઓફિશિયલ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવો એવો આગ્રહ વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભૂંસાવળ રાખે છે ત્યારે વેબ સાઇટ પર માંગવામાં આવતાં ડેટા અંગે ચોકસાઈ સાથે ચકાસણી રાખવાની તેટલી જ જવાબદારી વેબ સાઇટનો ઉપયોગ કરનાર યુઝર્સની છે.