58 વર્ષ બાદ ગુજરાતમાં યોજાશે કોંગ્રેસની વર્કિંગ સમિતિની બેઠક, તૈયારી શરૂ

58 વર્ષ બાદ 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં યોજનાર કોંગ્રેસની વર્કીંગ સમિતિની બેઠકને લઇને તાડામાર તૈયારીઓ ગુજરાત કાંગ્રેસ દ્વાર શરૂ કરવામાં આવી છે. જેને લઇને આજે ઓલ ઇન્ડીયા કાંગ્રેસ સમિતિના ખજાનચી અહેમદ પટેલે તૈયારીઓની સમિક્ષા કરી કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાઁધી પ્રિયંકા ગાઁધી અને સોનિયા ગાઁધી સહિત કાંગ્રેસના વર્કિગ સમિતિના સભ્યો 28 તારીખે સવારે આઠ વાગ્યાના સુમારે એરપોર્ટ પર ઉતર્યા બાદ નવ કલાકે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થનાસભા કરશે અને ત્યાર બાદ 10 કલાક થી કાંગ્રેસની વર્કીંગ સમિતિની બેઠક સરદાર પટેલ સ્મારક ખાત યોજવાની છે જે પુર્ણ થયા બાદ વર્કીંગ સમિતિના સભ્યો 1 કલાકે ત્રીમંદિર ખાતે જન સભાને સંબોધન કરશે.

58 વર્ષ બાદ ગુજરાતમાં યોજાશે કોંગ્રેસની વર્કિંગ સમિતિની બેઠક, તૈયારી શરૂ

ગૌરવ પટેલ અમદાવાદ: 58 વર્ષ બાદ 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં યોજનાર કોંગ્રેસની વર્કીંગ સમિતિની બેઠકને લઇને તાડામાર તૈયારીઓ ગુજરાત કાંગ્રેસ દ્વાર શરૂ કરવામાં આવી છે. જેને લઇને આજે ઓલ ઇન્ડીયા કાંગ્રેસ સમિતિના ખજાનચી અહેમદ પટેલે તૈયારીઓની સમિક્ષા કરી કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાઁધી પ્રિયંકા ગાઁધી અને સોનિયા ગાઁધી સહિત કાંગ્રેસના વર્કિગ સમિતિના સભ્યો 28 તારીખે સવારે આઠ વાગ્યાના સુમારે એરપોર્ટ પર ઉતર્યા બાદ નવ કલાકે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થનાસભા કરશે અને ત્યાર બાદ 10 કલાક થી કાંગ્રેસની વર્કીંગ સમિતિની બેઠક સરદાર પટેલ સ્મારક ખાત યોજવાની છે જે પુર્ણ થયા બાદ વર્કીંગ સમિતિના સભ્યો 1 કલાકે ત્રીમંદિર ખાતે જન સભાને સંબોધન કરશે.

કોંગ્રેસના ખજાનચી એહેમદ પટેલે આજે સવારે સરદાર પટેલ સ્મારક સાબરમતી આશ્રમ અને ત્રિમંદિરના મેદાનની મુલાકાત લઇ ચાલી રહેલી તૈયારીઓ અંગેની સમિક્ષા કરી અહીં કલોલ કાંગ્રેસ સમિતિ દ્વારા 35 લાખનો ચેક ચુંટણી ફંડ માટે અહેમદ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં યોજાનારી કોંગ્રેસની વર્કિંગ સમિતિને લઇને અહેમદ પટેલે કહ્યુ કે, દેશ મહાત્માં ગાંધીની 150મી જન્મ જંયતી ઉજવી રહ્યો છે ત્યારે ગુજરાત કાંગ્રેસ દ્વારા ગુજરાતમાં કાંગ્રેસની વર્કીંગ સમિતિની બેઠક થાય તે માટેનુ આમંત્રણ કાંગ્રેસને આપ્યુ હતુ.

કલાકારોએ કલાના માધ્યમથી પુલવામામાં શહિદ થયેલા જવાનોને આર્પી શ્રદ્ધાંજલિ

કોંગ્રેસે સ્વિકારીને ગુજરાતમાં વર્કીગ સમિતિની બેઠક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તેમણે વધુમાં ઉમેર્યુ કે આજે દેશની સામે જે પડકારો અને ચેલેન્જી જ છે. જેમાં કોંગ્રેસનો અભિગમ શું રહેશે તેનો સંદેશ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભુમી પરથી દેશમાં જાય માટે ગુજરાતને પસંદ કરવામાં આવ્યુ છે કાર્યકરો દ્વારા અપાયેલા ચુંટણી ફંડ અંગે અહેમદ પટેલે જણાવ્યુ હતુ કે, આજકાલ તેઓ સરકારી ખર્ચે જાહેરસભાઓ કરીને કોંગ્રેસને ગાળો ભાંડવાનું કામ કરી રહ્યા છે તે અયોગ્ય છે.

સંતાન પ્રાપ્તિ ન થતા મહિલાએ કરી બાળકની ચોરી, પતિ-પત્નીની ધરપકડ

સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ક્યારેય સ્વાર્થની રાજનીતિ કરતી નથી. વડાપ્રધાન કહેતા હતા કે મનમોહન ચુપ રહે છે. અત્યારના વડાપ્રધાન જયારે તેમને યોગ્ય લાગે ત્યારે બોલે છે અને યોગ્ય નાં લાગે ત્યારે બોલતા નથી અને રાજનીતિ કરે છે  નાઁધનીય છે કે, લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક તેમજ મહાસભાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ભાજપના બંને નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહને તેમના જ ગૃહ રાજ્યમાં ઘેરવાની વ્હ્યુરચના સાથે આ આયોજન થયું છે ત્યારે આ વર્કીંગ સમિતિ અને સભા કાંગ્રેસને લોકસભાની ચુંટણીમાં કેટલો ફાયદો કરવા છે તેના પર નજર ટકેલી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news