Baba Bageshwar: ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ
Baba Bageshwar Dhaam Sarkar Gujarat Visit: ઝી24કલાકના પ્લેટફોર્મ પર પણ ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપ કરતા જોવા મળ્યાં. ધીરેન્દ્ર શાસ્ત્રીના નામે ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. તો ભાજપે કહ્યુંકે, કોંગ્રેસ સનાતન ધર્મની વિરોધી છે.
Baba Bageshwar Dhaam Sarkar Gujarat Visit:/ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં બાબા બાગેશ્વર ધામ સરકારના કાર્યક્રમ પહેલાં જ રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ ઉનાળાની ગરમી છે અને બીજી તરફ બાબાના આગમન પહેલાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપીથી ગરમી વધી ગઈ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલાં ટ્વીટર પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. એટલું ઓછું હોય ત્યાં ઝી24કલાકના પ્લેટફોર્મ પર પણ ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપ કરતા જોવા મળ્યાં. ધીરેન્દ્ર શાસ્ત્રીના નામે ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. તો ભાજપે કહ્યુંકે, કોંગ્રેસ સનાતન ધર્મની વિરોધી છે.
આ પણ ખાસ વાંચોઃ Government Job: ગુજરાતમાં બદલાઈ ગયા સરકારી ભરતીના નિયમો, જાણો પરીક્ષાની નવી પેટર્ન
આ પણ ખાસ વાંચોઃ વર્ગ-3ની ભરતી માટે ગુજરાત સરકારે જાહેર કર્યું પરીક્ષાનું નવું માળખું, જાણો નવો નિયમ
આ પણ ખાસ વાંચોઃ અંબાલાલ તો આગાહી કરતા કરશે, વૈજ્ઞાનિકોએ કહી દીધું આ વખતે આખુ વર્ષ રડાવશે અલ નીનો
લોકસભા ચૂંટણી માટે ભાજપે બાબાને બોલાવ્યાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપઃ
કોંગ્રેસના પ્રવક્તા ડો.અમિત નાયક ઝી24કલાક સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યોકે, આ બધુ ધતિંગ ભાજપ કરાવે છે. ભુતકાળમાં પણ આશારામ જેવા બાબાઓ સાથે ભાજપના નેતાઓ જોડાયેલાં હતાં. આવા બની બેઠેલાં સાધુ મહંતોને ભાજપ ટેકો આપે છે. સાધુ સંત બંધારણની વાત જાણતા નથી. આવા સાધુઓ ગુજરાતનો માહોલ બગાડી રહ્યાં છે. ભાજપ પણ એમને ટેકો આપે છે. ભુતકાળમાં પણ ભાજપવાળા આશારામના ચેલા બન્યા હતા. ભાજપના ધારાસભ્યો કેમ આયોજન કરી રહ્યાં છે. સુરતના ધારાસભ્ય આખા કાર્યક્રમનું આયોજન કરે છે. લોકસભાની ચૂંટણીના આયોજનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ભાજપના શીર્ષ નેતાઓ અંગે પણ આક્ષેપ કરવામાં આવ્યો. કોંગ્રેસે ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રેસ કરવા આમંત્રણ આપ્યું છે.
આ પણ ખાસ વાંચોઃ અહીં 8 પત્નીઓ સાથે બિરાજમાન છે શનિદેવ, દર્શનથી થાય છે બેડોપાર, ક્યાં આવેલું છે મંદિર
આ પણ ખાસ વાંચોઃ વાવાઝોડામાં પણ અહીં અડીખમ ઊભી છે વરિયાળી! શિક્ષક કે અંજીર અને સફરજનની પણ કરી છે ખેતી
આ પણ ખાસ વાંચોઃ મધ જેવા મીઠા ચીકુએ લઈ લીધો સુરતના ખુબસુરત બાળકનો જીવ, ચીકુ ખાતા ક્યારેય ન કરતા આ ભૂલ
'કોંગ્રેસ હિન્દુ વિરોધી છે, બાબા ભાજપના કાર્યકર નથી'
ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કોંગ્રેસને વળતો જવાબ આપતા જણાવ્યું છેકે, કોંગ્રેસ હિન્દુ અને સનાતન ધર્મનો વિરોધી છે. બાબા કોઈ ભાજપ સાથે જોડાયેલાં નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીજી ભાજપના કાર્યકર નથી. અમે એમને બોલાવ્યાં નથી. અમે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની વાત કરીએ છીએ. કોંગ્રેસના નેતાઓ પણ અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. હિન્દુઓએ આવા કાર્યક્રમ માટે શું મનીષ દોશીની પરવાનગી લેવી પડશે. કોંગ્રેસ મુસ્લિમોની ઈફતાર પાર્ટીમાં જાય છે. પ્રિયંકા ગાંધી નમાજ પઢવા જાય છે એમાં અમને કોઈ વાંધો નથી. પણ કોંગ્રેસ ખોટી વયમનસ્યતા ફેલાવે છે. કોંગ્રેસની હિન્દુ વિરોધી નીતિ છે.
આ પણ ખાસ વાંચોઃ બાયડી બાયડી કહીને બોલાવતા અમદાવાદનો એન્જિનિયર બગવાયો! કહ્યું અટક એવી છે હું શું કરું
આ પણ ખાસ વાંચોઃ એક છોકરો અચાનક કઈ રીતે બની ગયો હાઈપ્રોફાઈલ બાગેશ્વર સરકાર? જાણો કેવી છે લાઈફસ્ટાઈલ
આ પણ ખાસ વાંચોઃ શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?
આ પણ ખાસ વાંચોઃ પત્નીએ કહ્યું તમતમારે મોજ કરાવે એવી બીજી લઈ આવો, રંગીલો પતિ સાચુકલી બીજી લઈ આવ્યો
શંકરસિંહે કહ્યું ધર્મના નામે થાય છે ભાજપનું માર્કેટિંગઃ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે વાઘેલાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને લઈને ભારે વિરોધ નોંધાવ્યો છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યુંકે, આ ધર્મના નામે ધતિંગ છે. આ બધુ ભાજપનું માર્કેટિંગ કરવા થઈ રહ્યું છે. ધર્મના નામે ધતિંગ ચાલે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર એ ભાજપનું માર્કેટિંગ કરવા માટે છે. ભાજપ ખોટા ચમત્કારના નામે નાટકો કરાવે છે. આ તો ઘર્મનો વ્યાપાર થઈ રહ્યો છે. કેરેલા સ્ટોરી પણ એનો જ ભાગ છે.
આ પણ ખાસ વાંચોઃ દાલ ફ્રાય અને જીરા રાઈસ ખાતા પહેલાં ચેતજો, નહીં તો જીરાના બદલે પેટમાં જતું રહેશે ઝેર
આ પણ ખાસ વાંચોઃ દાંતમાં ગમે તેવો સડો થયો હોય અપનાવો આ સરળ ઉપાય, જડમૂળથી દૂર થશે તકલીફ
આ પણ ખાસ વાંચોઃ સફરજનના શોખીનો સાવધાન! મન પડે ત્યારે એપલ ખાતા હોય તો જાણી લેજો આ વાત