મધ જેવા મીઠા ચીકુએ લઈ લીધો સુરતના ખુબસુરત બાળકનો જીવ, ચીકુ ખાતા ક્યારેય ન કરતા આવી ભૂલ

શું તમારું બાળક પણ ચીકુ ખાય છે? જો તમારું બાળક ચીકુ ખાતુ હોય તો તમારે આ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. ચીકુનું બી ગળી જતા મોતને ભેટ્યો બાળક, માતાનું નહોતું ધ્યાન...

મધ જેવા મીઠા ચીકુએ લઈ લીધો સુરતના ખુબસુરત બાળકનો જીવ, ચીકુ ખાતા ક્યારેય ન કરતા આવી ભૂલ

પ્રશાંત ઢીવરે, સુરતઃ સુરતમાં ચીકુનું  બી ગળી જતા બાળકનું મોત થયું છે. માતા કામમાં વ્યસ્ત હતી ત્યારે દોઢ વર્ષનું બાળક રમતા રમતા ચીકુનું બી ગળી ગયું હતું જેના કારણે તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. સુરતમાં માતાપિતા માટે વધુ એક લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષનું બાળક રમતાં રમતાં ચીકુનું બી ગળી જતાં તેનું કરૂણ મૃત્યુ થયું છે .માતા ઘર કામમાં વ્યસ્ત હતી.ચીકુનું બી તેના ગળામાં ફસાતા તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. બાળકને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યું પરંતુ ત્યાં સુધી તે જીવ ગુમાવી ચુક્યું હતું.

મૂળ ઓરિસ્સાના ગંજામના વતની સુરત શહેરના ઉધના કૈલાશ નગરમાં રહેતા નાયક પરિવારને ત્યાં આ ઘટના બની.ઋષિ નામનો માસૂમ ફૂલ જેવો બાળકો બસ ક્ષણોમાં હતો ન હતો થઈ ગયો. મૃતક બાળકના પિતા સંતોષ નાયક સાડીમાં લેન્સ પટ્ટી લગાડવાનું કામ કરે છે. સંતોષની પત્ની બાળકને ચીકુ ખવડાવી ઘરકામમાં લાગી ગઈ હતી. દરમિયાન બાળક ચીકુનું બી ગળી જતાં શ્વાસ નળીમાં અટકી જવાથી બાળકનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

થોડા દિવસ પહેલા જ પિતા બાળકને રમાડી રહ્યો હતો દરમિયાન પંખો ની પાંખ લાગી જતા બાળકનું મોતનું મોત નીપજ્યું હતું. તો બીજી બાજુ ઘરમાં ગેલેરીમાં રમતા રમતા બાળક નીચે ફટકાતા મોતને ભેટ્યો હતો.ત્યારે કિસ્સાઓ પણ સામે આવ્યો હતો કે રમતા રમતા બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજ્યું હતું.ત્યારે વાલીઓ માટે આ ખૂબ જ ગંભીર લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય છે. ત્યારે વાલી એ પોતાના બાળકો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની ગયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news