ઝી બ્યુરો/સુરત: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તૈયારીઓ ગુજરાતમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલાં બાગેશ્વર સરકારના ગુજરાત પ્રવાસ મામલે હવે કોંગ્રેસ પણ સક્રિય થઈ છે. બાગેશ્વરનો પ્રવાસ બિહાર બાદ ગુજરાતમાં પણ રાજકારણના રંગે રંગાય તો નવાઈ નહીં, ગુજરાતમાં રાજકોટ, સુરત અને અમદાવાદમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને ધીરેધીરે ભાજપના નેતાઓ ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યાં છે અને જાહેરમાં પોસ્ટરો લાગી રહ્યાં છે. સુરતમાં તો લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે દિવ્ય દરબારની જવાબદારી સંભાળી હોય તેમ તૈયારીઓ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં ભાજપને 5થી 6 બેઠકોમાં જોખમનો ડર, કદાચ 2 મંત્રીઓની પણ કપાશે ટિકિટ


સંગીતા પાટીલે ગુજરાતમાં બાબા બાગેશ્વરને લાવવાનો કેલ પાડ્યો હોવાની ચર્ચા છે. સુરતની એક મહિલા દાવો કરી રહી છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાને માતા કહીને બોલાવે છે. આ મહિલા એમ કહી રહી છે કે મારા કહેવાથી જ ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન થયું છે. મારા પુત્રનું હિન્દુરાષ્ટ્રનું સપનું એક દિવસ જરૂર સાકાર થશે. આ મહિલા સંગીતા પાટીલની ઓફિસમાં જોવા મળી રહી છે. 


પ્રેમીઓને મીઠી ભાષામાં કડક ચેતવણી, ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો એ ગુનો નથી, પણ.


હાલમાં ભાજપ લોકસભાની તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારોનો વિવાદ થાય તો નવાઈ નહીં. ગુજરાતમાં આટલા મોટાપાયે આયોજન એ ગુજરાત સરકાર અને ભાજપની લીલીઝંડી વિના શક્ય નથી. ભાજપ હવે ધીરેધીરે ખુલ્લેઆમ બહાર આવી રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદમાં સીએમના મત વિસ્તારમાં તો એક સમયના ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના ગઢમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને ભાજપ હવે ખુલ્લું પડી રહ્યું છે. સુરતમાં તો સંગીતા પાટીલ આયોજનનો મુખ્ય ચહેરો છે અને સુરતના દરબારમાં પાટીલ પહોંચવાના છે. બાબા બાગેશ્વરને લઈને બિહાર સરકાર પરેશાન છે અને નીતિશ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસનો વિરોધ ચાલું થઈ ગયો છે. 


ભાજપે ચૂંટણી જીતવા ગુજરાતમાં 'બાબા' ઉતાર્યા, કયા સંત્રી-મંત્રીના બાબા પર છે ચારહાથ?


બાબા બાગેશ્વરને સપોર્ટ સાથેના ભાજપના નેતાઓના પોસ્ટરો એ સાબિતી આપી રહ્યાં છે કે બાબા બાગેશ્વરને ભાજપ સરકાર અંદરખાને સપોર્ટ કરી રહી છે. આગામી દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ પણ બંધ થાય તો નવાઈ નહીં. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ હિન્દુત્વનો સહારો લઈ રહી છે. આ પહેલાં પણ ભાજપે બાબાઓનો સહારો લીધો છે. 


પત્નીએ કહ્યું તમતમારે મોજ કરાવે એવી બીજી લઈ આવો, રંગીલો પતિ સાચુકલી બીજી લઈ આવ્યો


હવે આગામી સમય જ બતાવશે કે બાબા બાગેશ્વર ભાજપને કેટલી મદદ કરી શકે છે પણ ગુજરાત કોંગ્રેસ ઉંચી નીચી થઈ ગઈ છે એમાં કોઈ બેમત નથી. સુરતમાં પાટીલના મત વિસ્તારમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાઈ રહ્યો છે અને પાટીલના ખાસ લિંબાયતના ધારાસભ્ય સમગ્ર આયોજનનો મુખ્ય ચહેરો છે. આમ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને સીએમના મત વિસ્તારમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારો ભરાઈ રહ્યાં છે.


શું તમે પણ ફોઇલ પેપરમાં જમવાનું પેક કરો છો?, પહેલા જાણી લો આ વાત...