Baba Bageshwar/ઝી બ્યૂરો, અમદાવાદઃ વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તૈયારી ચાલી રહી છે. રાજકોટ બાદ બાબા બાગેશ્વર વડોદરામાં પોતાનો દરબાર ભરવાના છે. તેના માટે અત્યારથી જ સંખ્યાબંધ લોકોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. વડોદરાના કાર્યક્રમમાં કઈ રીતે પ્રવેશ કરવો? કેવી રીતે કરીને બાબા સુધી પહોંચવું તેના માટે લોકો કરી રહ્યાં છે પડાપડી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને વડોદરામાં યોજાનાર કાર્યક્રમમાં લોકોને તકલીફ ન પડે તે આશયથી ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં વડોદરામાં તમારે કલાકો સુધી ઉભા રહેવાની જરૂર નહીં પડે. વડોદરામાં બાબા બાગેશ્વરના આગમન પહેલાં ખાસ તૈયારીઓ કરી રાખવામાં આવી છે. જે અંતર્ગત લોકોને બેસવા માટે 20 હજારથી વધારે ખુરશીઓની વ્યવસ્થા કરાઈ છે. 


ઉલ્લેખનીય છેકે, 3જૂને વડોદરામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ કાર્યક્રમ વડોદરાના નવલાખી મેદાન ખાતે આયોજીત કરવામાં આવ્યો છે. કાર્યક્રમને લઈ હાલ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાર્યક્રમ માટે એક મોટો સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્ટેજ પર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાનો દિવ્ય દરબાર યોજશે.


એટલું જ નહીં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી તેમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં આવેલી ભીડમાંથી જો કોઈને ગભરામણ થાય કે એવી કોઈ તકલીફ થાય તો તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે.     
જો કોઈને ડીહાઇડ્રેશન થાય તો જગ્યા પર જ તેમના માટે લીંબુપાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરામાં દિવ્ય દરબારના આયોજનને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ કાર્યક્રમ સ્થળે ફાળવી દેવાયો છે.