dhirendra shashtri in ambaji temple : બાબા બાગેશ્વર હાલ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી રહ્યાં છે. ચર્ચા જગાવનાર ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે. સુરતમાં તેમનો દિવ્ય દરબાર હાલ યોજાઈ રહ્યો છે. તેમના દરબારમાં ગુજરાતમાં મોટી સંખ્યામં ભીડ ઉમટી રહી છે. અનેક ભક્તો તેમને મળવા માટે તલપાપડ છે. ત્યારે આ વચ્ચે સમય કાઢીને બાબા બાગેશ્વર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. અંબાજી મંદિરમાં બાબા બાગેશ્વર મા અંબાની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા હતા. તેમણે કપાળ પર મા અંબાના નામનો પટ્ટો ધારણ કર્યો હતો. તો સાથે જ તેમના હાથમાં ચાંદીની મા અંબાની મૂીર્તિ જોવા મળી હતી, જે તેમને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબાજી મંદિરમાં શ્રદ્ધાથી માથુ ટેકવ્યુ હતું. તેઓે મા અંબાના દર્શન કર્યા હતા. તેઓ અમદાવાદથી હેલિકોપ્ટરથી ધીરેન્દ્ર શાસ્ત્રી દાંતા પહોંચ્યા હતા. બાબા બાગેશ્વરના આગમનને લઈ અંબાજી પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. અંબાજી મંદિરમાં 200થી વધુ પોલીસકર્મી તૈનાત કરાયા હતા. મંદિરના ગેટ સહિત રોડ પ બેરિકેટ મૂકીને સઘન તપાસ કરાઈ હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ વિશેષ દર્શન અને પૂજા કરાવી હતી. 


પહેલીવાર મે મહિનામાં ગુજરાતમાં વાદળો બંધાયા, આ દિવસોમાં છે વરસાદની આગાહી



અંબાજી મંદિરમાં પહોંચતા જ બાબા બાગેશ્વર જય જય ગરવી ગુજરાત.. બોલ મારી અંબે..  નો નાદ લગાવ્યો હતો. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતીઓના સ્નેહને પામીને સૈૉૌને જગાવવા આવ્યા છીએ. પ્રાર્થના કરીએ કે ભારત હિન્દુ રાષ્ટ્ર બની જાય. સૌને સદબુદ્ધિ મળે. સનાતન ધર્મનો વિજય થાય તે માટે કામના કરતા લોકો વધે. 


નાથદ્વારા દર્શન કરવા ગયેલા ગુજરાતી વેપારીને આવ્યું મોત, રાજકોટમાં હાર્ટએટેકથી 2 મોત


અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ બદલાયું
બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે તેમનો ગુજરાત પ્રવાસનો ચોથો દિવસે છે. બે દિવસ બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સુરતમાં દિવ્ય દરબાર યોજાયો હતો. જેના બાદ આજે અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાશે. તેઓનો દિવ્ય દરબાર 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ભરાવાનો છે. પરંતુ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ બદલાયું છે. પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ ચાણક્યપુરી રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે ઓગણજ ખાતે બાબનો કાર્યક્રમ યોજાશે. એસપી રિંગ રોડ ઓગણજ ખાતે બાબાનો દરબાર યોજાશે. 


સ્વામિનારાયણ મહોત્સવ યોજાયો હતો ત્યા ભરાશે દિવ્ય દરબાર 
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ચાણક્યપુરી બદલીને હવે ઓગણજ રિંગરોડ સર્કલ નજીક યોજાશે. 29મીએ સાંજે 05:00 વાગે દિવ્ય દરબાર યોજાશે. ચાણક્યપુરીમાં નાની જગ્યા હોવાથી દરબારનુ સ્થળ બદલવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ દ્વારા ચાણક્યપુરીમાં પરવાનગી ન અપાઈ. હવે સ્વામિનારાયણ મહોત્સવ યોજાયો હતો તે સ્થળે બાબા બાગેશ્વર ધામનો દરબાર યોજાશે. હાલ ઓગણજના કાર્યક્રમ સ્થળે કામગીરી શરૂ કરાઈ છે. ગ્રાઉન્ડ લેવલ ઉપરાંત પોલીસ બંદોબસ્ત અંગે કામગીરી શરૂ કરાઈ છે. હાલ આયોજકો અને પોલીસ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરાયું.


એક ગુજરાતી વિદ્યાર્થીએ જે વર્ણવ્યું તે જાણી તમારો કેનેડા જવાનો ખ્વાબ ચકનાચૂર થઈ જશે


તમને જણાવી દઈએ કે, અમદાવાદના ચાણક્યપુરીમાં દિવ્ય દરબારને લઈ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવ્ય દરબારના આયોજકો દ્વારા પાસ વિતરણ પણ કરવામાં આવ્યું છે. જગ્યાની ક્ષમતા પ્રમાણે લોકોને એન્ટ્રી આપવામાં આવશે તેવી પણ અગાઉ વાત થઈ હતી. દિવ્ય દરબારમાં જે લોકો પાસે પાસ હશે તેમને જ એન્ટ્રી આપવામાં આવનાર હતી.


યુવા સરપંચે જમનાવડની કાયાપલટ કરી દીધી, દેશના નક્શા પર ચમકાવીને બનાવ્યું આદર્શ ગામ