અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Ambedkar`s Statue Vandalised : અમદાવાદના ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થતા આક્રોશ... લોકોએ રસ્તા પર બેસીને દર્શાવ્યો વિરોધ.. ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ સ્થળ પર દોડી આવ્યા.. પોલીસે હાથ ધરી તપાસ..
Ahmedabad News : અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા ધમાસાણ મચ્યું છે. અમદાવાદના ખોખરામાં બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને નુકસાન થતા લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ રસ્તા વચ્ચે બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનારને પકડવા માંગ કરાઈ છે. ઘટનાની જાણ થતા શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ભાજપનાં ધારાસભ્ય અમુલ ભટ્ટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોએ પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ વિરોધ દર્શાવતા જ ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ