- કેશ ઓન ડિલિવરી જેવા ઓપ્શન અમદાવાદ માટે બંધ કરવા પડશે
- કોઇ પણ ડિલિવરી બોયને દર 7 દિવસે હેલ્થ સ્ક્રિનિંગ કરાવી હેલ્થકાર્ડ લેવું પડશે
- સમગ્ર શહેરની કરિયાણા, દુધની દુકાનો પર ઓનલાઇન પેમેન્ટ એપ ડાઉનલોડ કરાવાશે
- કરન્સીથી કોરોના ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા નવી ગાઇડ લાઇન બહાર પડાઇ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : કોરોનાને પગલે અમદાવાદ શહેરમાં નોટબંધી 2.0 લાદવામાં આવી છે. હવેથી કોઇ પણ પ્રકારનું રોકડ ચુકવણી ફુડ કે હોમ ડિલિવરી એપ દ્વારા નહી થઇ શકે. 15 મેથી ઓનલાઇન ફૂડ અને હોમ ડિલિવરીમાં ફરજીયાત ડિજીટલ પેમેન્ટ કરવું પડશે. રોકડમાં કોઇ પેમેન્ટ કરી શકાશે નહી. દુકાનદારોએ પણ ડિજીટલ પેમેન્ટ સ્વિકારવું પડશે. જેના માટે શહેરમાં 17 હજારથી વધારે વિવિધ દુકાનદારો અને વિવિધ ફેરિયાઓને આ અંગે માહિતગાર કરવામાં આવશે.


અમદાવાદમાં ગંભીર થતું કોરોનાનું સંકટ, રાજ્યમાં સ્થિતી પ્રમાણમાં સુધરી: જયંતિ રવિ

રાજ્યનાં કોરોના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સ્પેશ્યલ ઓફીસર રાજીવ કુમાર ગુપ્તા અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશ્નર મકેશ કુમાર દ્વારા વધારે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદનાં તમામ વેપારી ધંધાને કેશલેર બનાવા માટે યુપીઆઇ પેમેન્ટ સિસ્ટમને લાગુ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન યુદ્ધનાં ધોરણે કામગીરીનો આરંભ કરશે.


સુરતનો પિશાચી પિતા: ઉંઘવામાં ખલેલ પડતા ઉવેશ શેખે 8 મહિનાની દિકરીને મોતને ઘાટ ઉતારી

ચલણી નોટોથી ફેલાઇ રહેલા સંક્રમણ અટકવાની શક્યતાઓને જોતા હવે કોર્પોરેશન દ્વારા આ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. 15 મેથી ઓનલાઇન ડિજિટલ પેમેન્ટ ફરજીયાત કરવામાં આવશે. કોર્પોરેશને ડી માર્ટ, ઓશિયા હાયપર માર્કેટ, બિગ બાસ્કેટ, ઝોમેટો, સ્વિગી કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તમામ ડિલીવરી બોયનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ સ્ટાફે ફરજીયાત આરોગ્ય સેતુ એપ પણ ડાઉનલોડ કરવાનું રહેશે.


ગુજરાતનો આ જિલ્લો બન્યો કોરોના મુક્ત, માત્ર 3 દર્દીઓ હતા તેમણે પણ આપી કોરોનાને મ્હાત

કેશ ઓન ડિલીવરી બંધ
UPI અને અન્ય પ્લેટફોર્મ મારફતે ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. ડિલીવરી બોયને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જે સાત દિવસ સુધી જ માન્ય ગણાશે. જેને સમયાંતરે કોર્પોરેશ દ્વારા રિન્યુ કરવામાં આવશે. કન્ટેન્મેન્ટ એરિયામાં ડિલીવરી નહી થઇ શકે. આ ઉપરાંત રોકડમાં કેશ ઓન ડિલીવરી પણ નહી થાય.


બનાસકાંઠા: માસીયાઇ ભાઇ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો અને પછી બંન્નેએ ખેતરમાં...

કાગળ દ્વારા કોરોના ફેલાતો હોવાની શક્યતાને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં શાકભાજી, ફળ, દુધ, કરિયાણાની 17 હજારથી પણ વધારે દુકાનોમાં કોર્પોરેશનની 100 જેટલી ટીમ ફરજીયાત ડિજીટલ પેમેન્ટ એપ ડાઉનલોડ કરાવશે. તેમાં તેમને ટેક્નિકલ સપોર્ટ આપશે. કોરોના કાગળ દ્વારા ન ફેલાય તે માટે કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.


જોકે ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય લોબી વચ્ચે આ વખતે પણ હુંસાતુંસી જોવા મળી હતી. અધિકારીઓ દ્વારા આદેશ અપાયાનાં થોડા સમય બાદ મેયર બિજલ પટેલ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે આ નિર્ણય માત્ર ઓનલાઇન માધ્યમોને જ લાગુ પડશે. સ્થાનિક વેપારીઓને ઓનલાઇન પેમેન્ટ માટે પ્રોત્સાહિત જરૂર કરાશે પરંતુ તે ફરજીયાત નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube