ઝી બ્યુરો/દ્વારકા: દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દ્વારકાધીશ મંદિર બેટ સુધી ભારે વાહન તથા ખાનગી બસો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તારીખ 22/08/2024 થી 27/08/2024 સુધી સુદર્શન સેતુ બ્રિજ પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું રજૂ કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા તેમજ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ નહીં પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલની 'ભારે' આગાહીઃ આ વિસ્તારોમા પડશે એક બે નહીં 10 ઈંચ વરસાદ, મેઘતાંડવની ચેતવણી


જન્માષ્ટમીને લઇને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અને ભક્તો અહીં આવે એટલે તેઓ બેટ દ્વારકા અચૂક જતા હોય છે. એવામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો-એન્ટ્રી કરી દેવાઇ છે. આ પ્રતિબંધ અમલમાં આવતા હવે ખાનગી બસો સુદર્શન સેતુ પરથી પસાર નહીં થઇ શકે. દ્વારકા અને બેટ દ્વારકાની વર્ષે 20 લાખથી વધુ લોકો મુલાકાત લે છે. જ્યારે લોકો દ્વારકા દ્વારાકધીશના દર્શનાર્થે આવે છે તેઓ બેટ દ્વારકા જરુરથી જાય છે. જોકે, અત્યાર સુધી બેટ દ્વારકા બોટ મારફતે જ જવાતું હતું. પરંતુ હવે સિગ્નેચર બ્રિજ બની જતા વાહનો મારફતે પણ આ બ્રિજ ઓળંગી બેટ દ્વારકા જઈ શકાય છે.


પ્રેમ આંધળો હોય છે...પ્રેમીને પૈસાની જરૂર પડતાં પ્રેમિકાએ પોતાના જ ઘરમાં ચોરી કરાવી!


તમને જણાવી દઈએ કે  ગત ફેબ્રુઆરી મહિનામાં બેટદ્વારકાને ઓખામંડળ સાથે જોડતા લગભગ અઢી કિલોમીટર લાંબા કેબલ-સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. જે બ્રિજનું નામ 'સુદર્શન સેતુ'અપાયું છે. આ બ્રિજ ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ડેઇડ બ્રિજ છે. 


ગુજરાતમાં હવે મહિલાઓ સુરક્ષિત નથી! આ જગ્યાએ એક નર્સ સાથે જે થયું એ જાણી આંખો શરમથી..


આ સેતુ બૃહદ 'દેવભૂમિ દ્વારકા કૉરિડૉર'નો ભાગ છે, આ બ્રિજ રૂ. 980 કરોડના ખર્ચે તૈયાર થયેલો છે. જેમાં બંને બાજુ ફૂટપાથ પર સોલાર પૅનલ લગાડવામાં આવી છે, જે એક મૅગાવૉટ વીજળીનું ઉત્પાદન કરશે. આ સિવાય બ્રિજની બંને બાજુએ શ્રીમદ્દ ભગવદ્દગીતાના ઉપદેશ તથા શ્રીકૃષ્ણની અલગ-અલગ તસવીરો ચિત્રિત કરવામાં આવી છે.