કોરોના ઈફેક્ટ : જામનગર-અમરેલીમાં ચાની લારી અને પાનના ગલ્લા પર પ્રતિબંધ
જામનગર મનપા વિસ્તારમાં આજથી ચા-પાન અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પણ ચા અને પાન-ગુટખાના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચા પાન- ગુટકાનું વેચાણ કરતી લારી ગલ્લા દુકાનો બંધ રાખવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા પ્રતિબંધ મૂકતુ જાહેરનામુ બહાર પડાયું છે, જે મુજબ આજે 18 જુલાઈથી 26 જુલાઈ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જામનગર શહેર અને ધ્રોલમાં કોરોનાના વધતા સંક્રમણને પગલે આ નિર્ણય લેવાયો છે.
મુસ્તાક દલ/જામનગર :જામનગર મનપા વિસ્તારમાં આજથી ચા-પાન અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પણ ચા અને પાન-ગુટખાના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચા પાન- ગુટકાનું વેચાણ કરતી લારી ગલ્લા દુકાનો બંધ રાખવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા પ્રતિબંધ મૂકતુ જાહેરનામુ બહાર પડાયું છે, જે મુજબ આજે 18 જુલાઈથી 26 જુલાઈ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જામનગર શહેર અને ધ્રોલમાં કોરોનાના વધતા સંક્રમણને પગલે આ નિર્ણય લેવાયો છે.
સુરતમાં યુદ્ધના ધોરણે માત્ર 15 દિવસમાં 1000 બેડની કોરોના હોસ્પિટલ તૈયાર
જાહેરનામા મુજબ, 18 થી 26 જુલાઈ સુધી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તેમજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં ચા, પાન, ગુટકાનું વેચાણ કરતા લારી, ગલ્લા, દુકાન બંધ રાખવા આવશે. આ વિસ્તારોમાં કડકપણે અમલ કરાવવામાં આવશે, જેથી કોરોનાના સંક્રમણને અટકાવી શકાય. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણ વધી રહ્યું છે, તો બીજી તરફ ચા-પાન ગુટકાની દુકાનો પર પૂર્વવત રીતે ભીડ જામેલી દેખાય છે. આ કારણે અનેક શહેરોમાં આ નિર્ણય લેવામાં આવી રહ્યાં છે.
તો બીજી તરફ, અમરેલીમાં પણ કોરોના સંક્રમણ રોકવા તંત્ર વધુ સજ્જ બન્યું છે. અમરેલી જિલ્લા કલેક્ટરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. અમરેલી શહેરમાં 20 જુલાઈથી 25 જુલાઈ સુધી પાન, મસાલા, ટી સ્ટોલ બંધ રાખવાનું જાહેરનામું પાડ્યું છે. કોરોના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર